BREAKING NEWS

લખતરમાંથી ૨૯.૭૫ લાખનો દારૂ ઝડપી લેતી રાજકોટ રેન્જ: સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ

  • May 08, 2026 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરના લખતરમાંથી રાજકોટ રેન્જ આઈજી સ્કોડે મકાનમાં દરોડો પાડી દિવાન બુટલેગર બંધુઓએ છુપાવેલો રૂ.૨૯.૭૫ લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન આરોપી હાથ લાગ્યા ન હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.દાના આ દરોડાની જાણવામળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિ રાય દ્રારા રેન્જ હસ્તકના પાંચેય જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદે પ્રવૃતિને નેસ્તનાબુદ કરવાની સુચનાને પગલે રેન્જ આઈજી સ્કોડના પીએસઆઈ બી.સી. મિયાત્રાની ટીમે સચોટ બાતમીના આધારે લખતરના રહેણાક મકાનમાં દરોડો પાડો હતો. યાંથી દાની ૭,૧૬૩ બોટલ અને બિયરના ૧૦૮૦ ટીન મળી કુલ. ૨૯,૭૫,૨૯૨ નો દારૂ બિયરનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે બાઈક સહિત કુલ ા. ૩૦,૪૫,૮૯૨નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં દાનો જથ્થો ઈમરાન હબીબશા દિવાન અને શાહખ હબીબશા દિવાન (બન્ને રહે. લખતર)એ મગાવી મોઈન મુસ્તુફા સાલાર અને હિરા ભરવાડ (બન્ને રહે લખતર)ની માલીકીના મકાનમાં છુપાવી રાખ્યો હતો. જો કે, દરોડા પૂર્વે જ બુટલેગરોને ગધં આવી જતાં તેઓ નાશી ગયા હતાં. જેથી પોલીસે મકાન માલીકો, બુટલેગર બેલડી અને દાનો જથ્થો મોકલનાર શખસ સહિત પાંચ શખસોની શોધખોળ શરૂ કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન દાના હિસાબના પાંચેક ચોપડા હાથમાં લાગ્યા હતાં. જે ચોપડામાં છેલ્લા બે થી ત્રણ વર્ષના દાના ગેરકાયદે ધંધાના હિસાબી વ્યવહારો લખવામાં આવ્યા હતાં. જેથી સ્પષ્ટ્ર થયું હતું કે, અહીં છેલ્લા ત્રણ વર્ષથી બેફામ દાનો વેપલો થઈ રહ્યો છે. ત્યારે દાના આ દરોડા બાદ સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઇ છે. જેથી આગામી સમયમાં આ અંગે કડક પગલાં લેવાઇ તેની શકયતા પણ નકારી શકાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application