BREAKING NEWS

બજેટમાં મેગા ટેકસટાઇલ પાર્કની જાહેરાત આવકાર્ય, ખાદી, હેન્ડલૂમ માટે પ્રોત્સાહક જોગવાઇઓ

  • February 02, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધી રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ હિતેષભાઇ અનડકટએ કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૬ ૨૦૨૭ના કેન્દ્રીય બજેટમાં કરાયેલી મેગા ટેકસટાઇલ પાર્કની જાહેરાત ખૂબ જ આવકારદાયક છે તેમજ ખાદી અને હેન્ડલૂમ માટેની પ્રોત્સાહક જોગવાઈઓ પણ સરાહનીય છે.


વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારના નાણા પ્રધાન નિર્મલા સીતારમનએ આગામી વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે સામાન્ય બજેટ રજુ કર્યુ છે. જેમા દેશમાં કાપડ ઉત્પાદનને વેગ આપવા માટે મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે તે ખૂબ જ આનંદની વાત છે. બીજુ દેશના યુવા, ગરીબ,અને મહીલાઓને તક આપી લાભ પહોચાડવાનો પ્રયાસ બજેટમાં સ્પષ્ટ થાય છે. ખાદી અને હાથવણાટ ક્ષેત્રને મજબુત કરવા ગ્રામીણોને આત્મ નિર્ભર કરવા નાણામંત્રીએ મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજનાની જાહેરાત કરી છે. લધુ અને સુક્ષ્મ ઉદ્યોગ એમ.એસ.એમ.ઇ. માટે રૂ.૧૦ હજાર કરોડની ફાળવણીથી યુવા શક્તિ વિકાસ ને ખૂબ વેગ મળશે. આ બજેટ દુરંદેશી વિચારસરણી, વ્યવહારુ નિતીઓ અને આર્થિક સશકિતકરણનું ઉત્તમ સંયોજન છે. આ બજેટ દેશના વ્યવસાયિકો, ઉદ્યોગકારો, રોકાણકારો, અને ખાસ કરીને નાના તેમજ મધ્યમ ઉદ્યોગોને સકારાત્મક સંદેશ આપે છે. આર્થિક વિકાસની સાથે સમાજના દરેક વર્ગ ને સશક્ત બનાવવાની ભાવના આ બજેટને ખાસ અનોખુ બનાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application