BREAKING NEWS

છેતરપિંડીના ગુનામાં બે દાયકાથી ફરાર શખસને ઝડપી લેતી રાજકોટ રેન્જની ટીમ

  • March 31, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેતરપિંડીના ગુનામાં બે દાયકાથી ફરાર શખસને ઝડપી લેતી રાજકોટ રેન્જની ટીમ

રાજકોટ રેન્જની ટીમે છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતા ફરતા અંકલેશ્વરના શખસને ઝડપી લીધો હતો. આરોપી સામે જામનગર અને મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુના નોંધાયા બાદ તે છેલ્લા બે દાયકાથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો.
રાજકોટ રેન્જ આઇજી નિર્લિ રાય દ્રારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા–ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપી હોય જેને લઇ રાજકોટ રેન્જના પીઆઇ આર.એચ.બારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા તથા સ્ટાફ દ્રારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા તપાસમાં હતાં.
દરમિયાન સંદિપસિંહ ઝાલા, મિતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારીને મળેલી બાતમી મુજબ જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તથા મહેસાણા કડી પોલીસ સ્ટેશનના આઇ.પી.સી. કલમ– ૪૦૬, ૪૨૦ મુજબના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતા–ફરતા આરોપી ઇમ્તયાઝ ઉર્ફે ભોલો નુરમામદ દરજાદા (રહે. હવા મહેલ, ઓપેરા બાજુમાં અંકલેશ્વર, ભચ) ને અંકલેશ્વર ભચ ખાતેથી પકડી પાડી જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કર્યેા હતો.
આ કામગીરીમાં પીઆઇ આર.એચ.બાર, પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, એ.એસ.આઇ. સંદિપસિંહ ઝાલા,કોન્સ. મીતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારી સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News