BREAKING NEWS

ડિજિટલ પોર્ટલ ઉપર સ્વ-ગણના કરતાં રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ

  • May 21, 2026 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પશ્ચિમનાં ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહે ડિજિટલ પોર્ટલના માધ્યમથી પોતાની સ્વ-ગણના (સેલ્ફ-એન્યુમરેશન)ની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ સાથે તેમણે તમામ નાગરિકોને પણ વસ્તીગણતરી કાર્યક્રમમાં સક્રિયપણે જોડાવા અનુરોધ કર્યો છે. ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં અત્યારે જનગણના કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે અત્યારે પ્રથમ તબક્કો એટલે કે સ્વ-ગણના પ્રક્રિયા ૩૧ મે સુધી ચાલુ છે. જેમાં મોબાઈલના માધ્યમથી આપ પોતે આપની પોતાની સ્વગણના એટલે કે જનગણતરી કરાવી શકો છો. આ પ્રક્રિયાના અંતે ૧૧ અંકનો કોડ મળશે. પહેલી જૂનથી ઘરે-ઘરે જનગણના ચાલુ થશે ત્યારે ગણતરી કરવા ઘરે આવનારા અધિકારીને એ કોડ આપવાનો રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા ઝડપી અને ખૂબ સરળતાથી થઈ શકે છે. જનગણના રાષ્ટ્રહિતનું કાર્ય છે, આપણી નૈતિક ફરજ છે. આપણા રાષ્ટ્રના ભવિષ્ય માટે, વિકસિત ભારતના સંકલ્પ માટે આપણે જનગણના કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહથી જોડાઈએ અને વધુને વધુ લોકોને સ્વ-ગણના માટે પ્રોત્સાહિત કરીએ, એવી સર્વને અપીલ કરું છું. ઉલ્લેખનીય છે કે, વસ્તીગણતરી અંતર્ગત નાગરિકો se.census.gov.in પર સ્વ-ગણના કરી શકશે. જેમાં નામ, મોબાઈલ નંબર, ઓ.ટી.પી. દાખલ કરીને પોતાના ઘરની સ્થિતિ, ઘરની છત, ભોંયતળિયું, ટોયલેટ, પાણી તેમજ વિવિધ મિલકતો (બાઈક, સાયકલ) વગેરેની વિગતો ભરવાની રહે છે. આ વિગતો ભર્યા પછી અંગ્રેજી અક્ષર 'H'થી શરૂ થતો ૧૧ અંકોનો એક કોડ (SE ID) મળશે. આ કોડ ઘરની મુલાકાત દરમિયાન ગણતરીદારને આપવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application