રાજકોટ આગામી તારીખ ૨૬ ના રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોની ચૂંટણી માટે હવે ત્રિપાખીયો જગં નિશ્ચિત બની ગયો છે. ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસ પછી સમગ્ર ચિત્ર સ્પષ્ટ્ર બન્યું છે અને હવે ચૂંટણી જંગના મેદાનમાં ભાજપના ૩૬ કોંગ્રેસના ૩૪ અને આમ આદમી પાર્ટીના ૩૩ ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં ૧૬૦ ફોર્મ ભરાયા હતા. ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન ૧૬૦ માંથી ૪૩ ફોર્મ રદ થયા હતા અને ૧૧૭ માન્ય રહ્યા હતા. ગઈકાલે બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધીમાં આઠ ઉમેદવારો એ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા હતા અને ત્યાર પછી ચિત્ર સ્પષ્ટ્ર થયું છે. જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં આમ તો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ ખરો જગં છે. પરંતુ અન્ય પક્ષોના અને અપક્ષ સહિત વધુ પાંચ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે.જસદણ તાલુકામાં પાંચ ગોંડલ તાલુકામાં પાંચ રાજકોટ તાલુકામાં ૬ લોધિકા તાલુકામાં બે ધોરાજી તાલુકામાં બે ઉપલેટા તાલુકામાં ત્રણ કોટડા સાંગાણી તાલુકામાં બે જેતપુર તાલુકામાં ચાર પડધરી તાલુકામાં બે જામકંડોરણા તાલુકામાં બે અને વિછીયા તાલુકામાં ત્રણ બેઠકો રાજકોટ જિલ્લા પંચાયતની આવે છે. સૌથી વધુ ૭ ઉમેદવાર જસદણ તાલુકાની ભાડલા બેઠક પર અને રાજકોટ તાલુકાની સરધાર બેઠક પર ચૂંટણી જંગમાં છે. જામકંડોરણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જગં છે અને અહીં માત્ર બે જ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આણદં પર ડુમિયાણી અને ભાડલા બેઠક પર અપક્ષો પણ ચૂંટણી લડી રહ્યા છે..