રાજકોટ સહિત રાયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટની મુલાકાતે આવતા શહેર ભાજપ દ્રારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સૌરાષ્ટ્ર્ર ઝોન મિટિંગમાં સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને લઇને ચર્ચા વિચારણા કરાઇ હતી. દરમિયાન રાજકોટ ભાજપમાં ચાલતી ટાંટિયા ખેંચ વિશ્વકર્માના ધ્યાને આવતા ઉદબોધનમાં તેમણે કહ્યું હતું કે, હવે ફરિયાદો કરવાનું બધં કરો, નનામી ફરિયાદોની ચીઠીનો અમે ડસ્ટબિનમાં નિકાલ કરીએ છીએ. જો કઇં ફરિયાદ હોય કે રિકવેસ્ટ હોય તો ખુલીને સામે આવીને કહેવું જોઇએ જેથી અમે બન્ને તરફના પક્ષને સાથે બેસાડીને ફરિયાદનો નિકાલ કરીએ.
વિશેષમાં કાલાવડ રોડ સ્થિત બીએપીએસ મંદિર ખાતે આયોજિત સૌરાષ્ટ્ર્ર ઝોન મિટિંગને ઉદબોધન અંતર્ગત આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જ વિશેષ વાત કરી હતી જેમાં કાર્યકર્તાઓને ચૂંટણી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ મુજબ કામે લાગી જવા આહવાન કયુ હતું. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા, પ્રચાર પ્રસાર, વોર્ડ વાઇઝ મધ્યસ્થ અને પેટા કાર્યાલયો ખોલવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપતું પ્રેરક પ્રવચન કયુ હતું.
ઉપરોકત મિટિંગમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના અધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પ્રદેશ પ્રવકતા પ્રશાંતભાઇ વાળા, પ્રદેશ કારોબારી સભ્ય રાજુભાઇ ધ્રુવ, રાજકોટ સંગઠન પ્રભારી અનિધ્ધભાઈ દવે, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ડો.દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઇ ટીલાળા તેમજ સૌરાષ્ટ્ર્રમાંથી ધારાસભ્યો કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, કિરીટસિંહ રાણા, જીતુભાઇ સોમાણી, કાંતિલાલ અમૃતિયા, રાઘવજીભાઈ પટેલ સહિતના ધારાસભ્યો તદઉપરાંત પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, બ્રિજેશભાઈ મેરજા, ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવે, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી, મુકેશભાઈ દોશી, અંજલિબેન પાણી, બીનાબેન આચાર્ય સહિતના આગેવાનો તેમજ રાજકોટ જિલ્લામાંથી જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરિયા સહિતના હોદેદારો સહિત અંદાજે ૧૦૦૦થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલય મંત્રી હિતેષભાઇ ઢોલરિયા અને સહ કાર્યાલય મંત્રી શૈલેષભાઈ દવેએ જરી વ્યવસ્થાઓ સંભાળી હતી.સૌરાષ્ટ્ર્ર ઝોન મિટિંગ પૂર્ણ થયા બાદ સાંજે ચાર કલાકે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પ્રથમ વખત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે પત્રકારોના શુભેચ્છા મિલનનું આયોજન કરાયું છે