BREAKING NEWS

રાજકોટ ભાજપના ૭૨ ઉમેદવાર જાહેર, ૨૦ રીપીટ

  • April 11, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટએ ગત રાત્રે આઠ વાગ્યે રાજકોટ મહાપાલિકાના ભાજપના ૭૨ ઉમેદવારોની યાદી કરી હતી જેમાં ગત ટર્મના કુલ ૬૮ કોર્પેારેટરમાંથી ૧૨ મહિલા સહિત કુલ ૨૦ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા, યારે ૧૮ જેટલા મોટા માથા સહિત કુલ ૪૬ની ટિકિટ કાપવામાં આવી હતી. વોર્ડ નં.૩માં દાવેદાર હેમુ ભરવાડ, વોર્ડ નં.૧૩માં સિટિંગ કોર્પેારેટર નીતિન રામાણી અને વોર્ડ નં.૧૪માં દાવેદાર શીતલબેન સોનીને ટિકિટ નહીં અપાતા ભારે હોબાળો થયો હતો. શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓના ટોળેટોળા ધસી આવ્યા હતા.
ગત રાત્રે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવેના માર્ગદર્શન હેઠળ મોડી રાત્રી સુધી લીગલ સેલના માર્ગદર્શન હેઠળ ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી હતી જેમાં ફોર્મ ભરવા માટે ઉમેદવાર દીઠ એક એક એડવોકેટ મળી કુલ ૭૨ એડવોકેટની ફાળવણી કરવામાં આવી હતી, જેમણે ઉમેદવારો તેમજ તેમના ડમી ઉમેદવારના ફોર્મ ભર્યા હતાં.
યારે આજે સવારે નવ કલાકે રેસકોર્સ રિંગ રોડ સ્થિત સરકારી બહત્પમાળી ભવન ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં ૧૮ વોર્ડની તમામ ૭૨ બેઠક ભાજપ જ જીતશે તેવો વિશ્વાસ વ્યકત કરાયો હતો અને ભાજપના ૭૨ ઉમેદવારો દ્રારા ૧૨:૩૯ કલાકના વિજય મુહર્તમાં સામૂહિક ઉમેદવારી નોંધાવી આજથી જ પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ઉમેદવારી પત્રો રજૂ કરતી વેળાએ પ્રદેશ ભાજપના નેતાઓ કે પ્રભારી ઉપસ્થિત રહેતા હોય છે પરંતુ આ વખતે રાજકોટ શહેર ભાજપના સ્થાનિક નેતાઓને જ જવાબદારી સોંપવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News