રાજકોટઃ માલવિયા નગર પોલીસ સ્ટેશનના ASI ગીતાબેન પંડયા રૂ.10,000ની ઝડપાયા લાંચ લેતા

  • January 07, 2023 02:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશનના ASI ગીતાબેન પંડયા રૂ.10,000ની લાંચ લેતા ઝડપાયા. અગાઉ 10,000 સ્વીકારી લેનાર ગીતાબેન લાંચનો બીજો હપ્તો સ્વીકારતા ઝડપાયા હતા. 


રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક વી.કે. પંડ્યાના સુપરવિઝન હેઠળ રાજકોટ શહેર એસીબી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એચ.એમ.રાણા અને તેમની ટીમે આ સફળ ટ્રેપ ગોઠવી હતી. એસીબી દ્વારા જણાવાયું કે, રાજકોટ શહેર એસીબીને માલવીયાનગર પોલીસ સ્ટેશનના અનાર્મ મહિલા એ.એસ.આઇ.(વર્ગ-3), ગીતાબેન યસવંતકુમાર પંડયા (ઉ.વ.50)એ લાંચ માંગી હોવાની એક ફરિયાદ મળી હતી. ફરીયાદી, તેમના પતિ તથા અન્ય વિરૂધ્ધમાં માલવિયાનગર પોલીસમાં મારામારી અંગેનો ગુન્હો દાખલ થયેલો તે ગુન્હાના કામે ફરીયાદીના પતિને અટક કરવાના બાકી હતા. જેથી ફરીયાદી આ ગુન્હાની તપાસ કરનાર મહિલા એ.એસ.આઇ. ગીતાબેનને મળતા ગીતાબેને ફરીયાદીને તેઓના પતિ હાજર થયેથી લોક-અપમાં નહીં રાખવા અને માર નહીં મારવાના તેમજ તુર્ત જ જામીન પર મુક્ત કરી દેવાના અવેજ પેટે રૂ.20,000ની લાંચની માંગણી કરી હતી. અગાઉ ફરીયાદી પાસેથી રૂ.10,000 લઇ લીધા હતા અને અને બાકી રહેલ રૂ.10,000 ની રકમ આજરોજ આક્ષેપિતને ફોન કરી આપી જવા અંગેનો વાયદો કર્યો હતો. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. રાજકોટ શહેર ખાતે આવી ફરીયાદીએ પોતાની ફરીયાદ આપી હતી. જેના આધારે માલવીયાનગર પોલીસ મથકે ઇન્વેસ્ટીગેશન રૂમની અંદર ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ એએસઆઈ ગીતાબેન પંચની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ માંગી, સ્વીકારી ઝડપાઇ ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application