ભાણવડ : બરડા ડુંગરમા અલગ અલગ વિસ્તારમાંથી દેશીદારૂની ભઠ્ઠીઓ ઉપર રેઇડ
ભાણવડ : બરડા ડુંગરમા અલગ અલગ વિસ્તારમાંથી દેશીદારૂની ભઠ્ઠીઓ ઉપર રેઇડ
December 25, 2025 05:34 PM
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.પી.માનસેતાએ દારૂ તથા જુગારની પ્રવ્રુતી નેશ્ત નાબુદ કરવા સબબે સુચના આપેલ હોય જે અનુસંધાને ભાણવડ પોસ્ટેના પો.ઇન્સ સી.એલ દેસાઇ નાઓએ સર્વલન્સ સ્ટાફ ઇન્ચાર્જ તથા પાસ્તર આઉટ પો.સ્ટ સ્ટાફ તથા ઇન્ચાર્જનાઓને અલગ અલગ ટીમો બનાવી ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં કોમ્બીંગ હાથ ધરવા અને પ્રોહિબિશન ના કેશો કરવા સુચના કરેલ હતી.
જે અનુસંધાને, તા.૨૪/૧૨/૨૦૨૫ ના રોજ બરડા ડુંગરમાં પ્રોહી અંગે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હોય અને આ કોમ્બિંગ દરમ્યાન ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને સાથે રાખી બરડા ડુંગરમા કોમ્બીંગ હાથ ધરવામાં આવેલ જેમા કોમ્બીંગ દરમ્યાન મળેલ ચોક્કસબાતમી હકીકતના આધારેબે અલગ અલગ ટીમ દ્રારા ધામણીનેશ આગળ ૧૮૦૦ લીટર આથો મળી આવેલ જયારે બાબર ગલ્લા મોરીના નાશી ગયો હતો ઉપરાંત અન્ય ટીમે સાકળોજા તળાવ પાસેથી ૧૬૦૦ લીટર આથો કબ્જે કરેલો પીરાભાઇ ગલાભાઇ મોરી રહે.ધ્રામણીનેશ વાળો નાશી ગયો હતો.