BREAKING NEWS

ઉપલેટામાં ફલેટમાં ચાલતા જુગારધામ પર દરોડો: છ મહિલા સહિત સાત ખેલી ઝડપાયા

  • July 16, 2026 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાના બસ સ્ટેન્ડ પાછળ આવેલ ફ્લેટમાં ચાલતા જુગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડી દીધી છ મહિલા સહિત સાત શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે દરોડા દરમિયાન રૂ.૭૯,૩૮૦ ની રોકડ કબ્જે કરી હતી. ફ્લેટધારક અને કેબલનો ધંધાર્થી અજીત માકડીયા નાલ ઉઘરાવી અહીં જુગાર રમાડતો હતો. જુગારના આ દરોડાની જાણવા મતળી વિગત મુજબ, ઉપલેટા પોલીસ મથકના એએસઆઈ નિલેશભાઈ ચાવડા, ચેતનાબેન હેડ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ ચુડાસમા, કોન્સ્ટેબલ રઘુભાઈ, શક્તિસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકીકત મળી હતી કે, ઉપલેટા ટાઉન બસ સ્ટેન્ડ પાછળ આવેલ જય એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ડી-૨ માં રહેતા અજીત રમેશ માકડીયા પોતાના મકાનમાં બહારથી મહીલાઓ બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે, જે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતાં મકાન માલીક અજીત રમેશ માકડીયા (ઉ.વ.૫૨, ધંધો, કેબલ કનેશન), બીનાબેન અજીત માકડીયા (ઉ.વ.૫૦), સુમિતાબેન મુકેશ કોરાટ (ઉ.વ. ૫૦), (રહે. શ્રીકુંજ, ૨૦૪ લેઉવા પટેલ સમાજ પાસે ઉપલેટા), કોમલબેન ઉર્ફે કુસુમ મુકેશ લાડાણી (ઉ.વ.૫૫, રહે. ઘોડાસરા સ્કુલ પાસે આદર્શ સોસાયટી ઉપલેટા), મીન્ટુબેન રાજેશ કોરડીયા (ઉ.વ. ૪૯, રહે, ગોકુલનગર ઉપલેટા), ભાવનાબેન ઉમેશ વેકરીયા (ઉ.વ.૫૦, રહે. આદર્શ શેરી ફૂલપાનવાળી શેરી ઉપલેટા), મીનાબેન વસંત કોરાટ (રહે. રાજમોતીનગર શેરી નંબર ઉપલેટા) અને જયશીબેન રાજુ મુંજારીયા (રહે. વર્ધમાનનગર ઉપલેટા) ની ધરપકડ કરી રોકડ રૂ.૭૯,૩૮૦ કબજે કર્યા હતાં. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મકાન માલીકને નાલના રૂપિયા બાબતે પુછતા પોતે બહારથી મહિલાઓને બોલાવી ગંજીપાનાના પાનાની વ્યવસ્થા કરી આપી જુગાર રમાડતા હોવાનું તથા જુગારની દરેક રમતમાંથી રૂપિયા ૫૦ નાલ પેટે ઉઘરાવતા હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application