શહેરમાં આઇપીએલની મેચ પર સટ્ટો રમતા ત્રણ શખસોને પીસબીની ટીમે ઝડપી લધી હતાં. કચ્છમાં રહેતા શખસ સહિત આ ત્રણેય શખસોને રેસકોર્સ રીંગરોડ પાસેથી જ સટ્ટો રમતા ઝડપી લેવાયા હતાં.
જાણવા મળતી વિગતો મુજબ, પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ ચાવડા અને કોન્સ્ટેબલ વિશાલભાઈ દવેએ રેસકોર્સ રીંગરોડ પાસે જાગનાથ શેરી નં. 41 લેમન ટ્રી વાળી શેરીમાં એક શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી પુછતાછ કરતા તેણે પોતાનું નામ કલ્યાણ મેઘરાજ લીલવા (39),( રહે લાયઝા રોડ, અયોધ્યા નગર, માંડવી કચ્છ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેનો મોબાઈલ ચેક કરતા તેમાં ઓલ પેનલ 777 નામની આઈડી માં આઈપીએલ સીરીઝની પંજાબ અને દિલ્હી વચ્ચેની ક્રિકેટ મેચમાં જુગાર રમી રહ્યો હોવાનું માલુમ પડતા ગુનો નોંધ્યો હતો.
બીજા દરોડામાં પીસીબી ટીમના એએસઆઇ સંતોષભાઈ મોરી અને કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગરે રેસકોર્સ રીંગ રોડ પર ગેલેક્સી એપાર્ટમેન્ટ સામે રેડિયો સ્ટેશનની દિવાલ પાસે જાહેરમાં પાર્થ મુકેશ માંડલિયા (28),( રહે. સોની બજાર મેઇન રોડ, કિશાન ચા વાળાની સામે) નામનો શખસ આઇડી મારફત જુગાર રમતો હોય તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જયારે પીસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોરીચા અને રાહુલગીરી ગોસ્વામી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રેસકોર્સ અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ચબૂતરા નજીકથી સુરજ રાજેશ અવાડીયા (25),( રહે.હંસરાજ નગર) ને મોબાઇલ આઇડી મારફત ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.