BREAKING NEWS

યુવાનોમાં મોદીનો જબરો ક્રેઝ: ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ ફોલોઅર્સ

  • February 26, 2026 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ ફોલોઅર્સ મેળવનારા પ્રથમ વિશ્વ નેતા અને રાજકારણી બન્યા છે, જે તેમની વૈશ્વિક ડિજિટલ હાજરીમાં એક નવો સીમાચિહ્ન છે. પીએમ મોદી 2014માં મેટાના પ્લેટફોર્મમાં જોડાયા હતા અને હવે તેમના ફોલોઅર્સ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણાથી વધુ છે. ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા ક્રમે છે.ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 15 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા ક્રમે છે, આ પાંચ નેતાઓના ફોલોઅર્સની સંયુક્ત સંખ્યા મોદીની વ્યક્તિગત સંખ્યા કરતા ઓછી છે.

ભારતમાં પણ, મોદી અને અન્ય નેતાઓ વચ્ચેનું અંતર નોંધપાત્ર છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 16.1 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના લગભગ 12.6 મિલિયન ફોલોઅર્સ છે.સર્વે દર્શાવે છે કે પસંદગીના વિશ્વ નેતાઓમાં પીએમ મોદી વૈશ્વિક મંજૂરી રેટિંગમાં આગળ છે. સ્ટેટિસ્ટા અનુસાર, ડિસેમ્બર 2025 સુધીમાં, પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 70 ટકા હતું, જે તેમને યાદીમાં ટોચ પર રાખે છે.

યુએસ બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી, 2026 દરમિયાન કરવામાં આવેલા સર્વેના આધારે જાહેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, મોદી 67 ટકા એપ્રુવલ રેટિંગ સાથે પ્રથમ ક્રમે છે. ચેક રિપબ્લિકના આન્દ્રેજ બાબીસ 59 ટકા સાથે બીજા ક્રમે છે. સાને તાકાઇચી 56 ટકા સાથે પાંચમા ક્રમે છે, જ્યારે ટ્રમ્પ 40 ટકા એપ્રુવલ રેટિંગ સાથે 11મા ક્રમે છે.


વિશ્વના અન્ય નેતાઓ સાથે તુલના

• ડોનાલ્ડ ટ્રમ્પ (યુ.એસ. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ) – ~43.2 મિલિયન

• પ્રબોવો સુબિયાન્તો (ઇન્ડોનેશિયા) – ~15 મિલિયન

• લૂઇઝ ઇનાસિઓ લુલા દા સિલ્વા (બ્રાઝિલ) – ~14.4 મિલિયન

• રહેવેપ તય્યિપ એર્દોગાન (તુર્કી) – ~11.6 મિલિયન

• જાવિયર મિલેઈ (આર્જેન્ટિના) – ~6.4 મિલિયન

આ તમામ મોટા નેતાઓની ફ્લોવર્સની સંખ્યા મળીને પણ મોદીના એકલા અનુયાયીગણના આંકડા જેટલી નથી


યુવાનોમાં મોદીનો જબરો ક્રેઝ

મોદીએ વર્ષો પહેલાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની હાજરી શરૂ કરી હતી. શરૂઆતમાં તેઓ પોતાના કાર્યક્રમો, વિદેશ પ્રવાસ, સરકારી યોજનાઓ અને સામાન્ય લોકો સાથેની મુલાકાતોની તસવીરો અને વીડિયો શેર કરતા હતા. ધીમે ધીમે તેમની પોસ્ટ્સને દેશ-વિદેશમાં મોટી સંખ્યામાં લોકો પસંદ કરવા લાગ્યા. ખાસ કરીને યુવાનોમાં તેમની લોકપ્રિયતા ઝડપથી વધી.

વિશ્વના બીજા મોટા નેતાઓની સરખામણીએ મોદીના અનુયાયીઓની સંખ્યા ઘણી વધુ છે સોશિયલ મીડિયા આજના સમયમાં સીધી રીતે લોકો સાથે જોડાવાનું શક્તિશાળી માધ્યમ બની ગયું છે. મોદી પોતાના ભાષણોના અંશો, મહત્વપૂર્ણ જાહેરાતો, તહેવારોની શુભેચ્છાઓ અને વ્યક્તિગત ક્ષણોની ઝલક શેર કરીને લોકો સાથે લાગણીસભર જોડાણ બનાવે છે. આ કારણોસર તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે.આ સિદ્ધિ માત્ર એક આંકડો નથી, પરંતુ તે દર્શાવે છે કે ડિજિટલ યુગમાં રાજકારણ કેવી રીતે બદલાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા હવે નેતાઓ અને જનતા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરી રહ્યું છે, અને આ ક્ષેત્રમાં નરેન્દ્ર મોદી અગ્રેસર બની રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application