ખેલૈયાઓ દ્વારા રાસ-ગરબા રમવાની પૂર્વ તૈયારી

  • October 01, 2024 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તારીખ ૩ ઓક્ટોબરને ગુરૂવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ નવરાત્રિમાં માતાજીની આરાધના સાથે સાથે રાસ ગરબાનું પણ અનેરુ મહત્વ રહેલું છે આથી રાસ ગરબા રમવા માટે ગોરી સજજ થઈ રહી છે. બ્યુટી પાર્લરોમાં ભારે ભીડ જામી રહી છે. શરીર પર ટેટુ ચિત્રાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. આર્ટિફિશિયલ જ્વેલરીની પણ ખરીદી થઈ રહી છે.
તા.૩ ઓક્ટોબરને ગુરૂવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને ગોરીઓ ગરબે ઘુમવા સજ્જ થઈ રહી છે. નવરાત્રીની બ્યુટી ટ્રીટમેન્ટ લેવા માટે બ્યુટી પાર્લરમાં ભારે ભીડ જામી રહી છે. અમુક પ્રસિદ્ધ બ્યુટી પાર્લરોમાં તો બ્યુટી ટ્રીટમેન્ટ માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે ત્યારબાદ જ બ્યુટી ટ્રીટમેન્ટ શરૂ થાય છે.
બ્યુટી પાર્લરમાં યુવતીઓ અને મહિલાઓ ફેશિયલ, લીચીંગ પેડિક્યોર,મેનિક્યોર,હેર ટ્રીટમેન્ટ, નૈલ ટ્રીટમેન્ટ વગેરે કરાવી રહી છે. ફેશિયલમાં પણ અને પ્રકારના ફેશિયલ કરવામાં આવી રહ્યા છે જેમાં સાદુ ફેશિયલ, હર્બલ ફેશિયલ,  ડાયમંડ ફેશિયલ વગર સમાવેશ થાય છે ફેશિયલ કરવાનો ચાર્જ રૂ. ૩૦૦ થી ૧૦૦૦ કે તેથી વધુ હોય છે જ્યારે બ્લીચિંગમાં વિવિધ પ્રકારના બ્લીચીંગનો સમાવેશ થાય છે.જેમાં રૂ.૪૦૦થી ૧ હજાર સુધીમાં કરવામાં આવે છે. બ્લીચિંગ અને ફેશિયલ કરાવવાથી ચહેરાની ત્વચા એકદમ નિખરી ઉઠે છે.
તદઉપરાંત વિવિધ હેર ટ્રીટમેન્ટનો ચાર્જ રૂપિયા ૫૦૦ થી ૨૫૦૦ સુધીનો હોય છે. સાથે સાથે મેનિક્યોર પેડિક્યોર આઇબ્રો વગેરેની પણ બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ લેવામાં આવે છે. જેના ચાર્જ પણ આજના સમયમાં  ઘણા જ મોંઘા થઈ ગયા છે.   
નવરાત્રિ દરમિયાન ટેટુ ચિત્રાવવાનો પણ ભારે ક્રેઝ ચાલી રહ્યો છે. ટેટુ પીઠ ઉપર, કમર પર, નાભી પર હાથ ઉપર, ગાલ પર વગેરે શરીરના ભાગ ઉપર ચિત્રાવામાં આવે છે જેમાં દાંડિયા રમતા પુરુષ અને મહિલા,મોર, વાંસળી, રાધા અને કૃષ્ણ, ગુલાબના ફૂલ સહિત અનેક પ્રકારના ટેટુનો સમાવેશ થાય છે. મહિલાઓની સાથે યુવકો પણ ટેટુ ચિતરાવવામાં પાછળ નથી. તેઓ પણ જાતજાતના ટેટુઓ પોતાના શરીર પર ચિત્રાવે છે. ટેટુ ચીતરવાનો ચાર્જ જે તે ટેટુ અનુસાર રૂપિયા ૧૦૦થી લઈ રૂ.૧૦૦૦ સુધીનો હોય છે.  આમ,હવે નવરાત્રિ પર્વ ઢૂંકડી છે ત્યારે નવરાત્રિમા ગરબે ઘુમવા માટે યુવતીઓની સાથે સાથે યુવકો પણ કેટલીક આર્ટિફિશિયલ જવેલરીની ખરીદી કરી રહ્યા છે. જેમાં વિવિધ પ્રકારના સેટ, નથડી, ચુંક, દામણી, ચેન, હાર, ચૂડી,ચુડા,બ્રેસલેટ તેમજ સ્ટોનની જ્વેલરી વગેરેની પણ ખરીદી થઈ રહી છે. નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરીને રાસ ગરબા રમવાનું ચલણ ઘણા વર્ષોથી વધ્યું છે ત્યારે યવતીઓ ખાસ કરીને ચણિયાચોળીની ખરીદી કરી રહી છે. જ્યારે અનેક યુવતીઓ ભાડેથી ચણિયાચોળી સહિતના પરિધાનો ભાડે મેળવશે . જ્યારે યુવકો કેડિયું, ચોરણી, ટોપી, ઝભ્ભા સહિતના પોશાકની ખરીદી કરી રહ્યા છે તો અનેક યુવકો આ પોશાકો ભાડે મેળવી પહેરશે અને રાસ ગરબા રમશે. નવરાત્રીમાં વિવિધ પોશાકો ભાડે આપીને દુકાનદારો સારી એવી કમાણી કરી લે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application