ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને વધુ ગતિ આપી છે. રાજ્યના બે વરિષ્ઠ વર્ગ-૧ અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે, જેના પગલે રાજ્યના સરકારી તંત્રમાં ચકચાર મચી ગઈ છે. આ કાર્યવાહીમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ., ગાંધીનગરના કચ્છ નહેર વિભાગના કાર્યપાલક ઇજનેર અશ્વિન ધનજીભાઈ પરમાર અને લેન્ડ રેકોર્ડ વિભાગના અધિક્ષક કે.પી. ગામીતનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ જારી કરેલા જીઆર અને ગુજરાત સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, ૨૦૦૨ના નિયમ-૧૦(૪) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને આ બંને અધિકારીઓને તાત્કાલિક અસરથી નિવૃત્ત કર્યા છે. અશ્વિન પરમાર ને ગઇકાલે અને કે.પી. ગામીત ને આજે એમ બંનેને જાહેર હિતમાં અચાનક નિવૃત્તિ આપવાના આદેશો સામાનય વહિવટી વિભાગે જારી કર્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, તેમની વર્તમાન સુવિધાઓ ત્રણ મહિના સુધી યથાવત્ રહેશે.
આંશિક પેન્શન અને પદવિહોણા કરાયા છતાં, આ અધિકારીઓ સામેની ખાતાકીય અને ફોજદારી તપાસો તેમની ફરજિયાત નિવૃત્તિ બાદ પણ ચાલુ રહેશે. અશ્વિન પરમાર પર કચ્છ નહેર વિભાગમાં રાજકીય અને વહીવટી શિસ્તભંગ અને ભ્રષ્ટાચારના આરોપો હતા, જ્યારે ગામીતને લેન્ડ રેકોર્ડ વિભાગમાં ફરજ મંડળમાં ખોટી પ્રવૃત્તિઓ અને ભ્રષ્ટાચાર માટે શંકાસ્પદ ગણાયા હતા.
સરકારના આ પગલાને કારણે રાજ્યના તંત્રમાં ભ્રષ્ટાચાર વિરોધી લડતને વધુ મજબૂત બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવામાં આવેલી આ કડક કાર્યવાહીથી રાજ્યના વિવિધ વિભાગોમાં સંડોવાયેલા અન્ય સરકારી કર્મચારીઓ માટે ગંભીર સંકેત છે કે, ભ્રષ્ટાચાર કે બેદરકારીને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં.
સરકારના આ પગલાથી સાફ છે કે રાજ્યમાં કોઈ પણ સ્તરે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમના પદેથી હટાવાયેલ આ અધિકારીઓ સામેના આરોપોની તપાસ અને કાર્યવાહી પ્રગતિમાં રહેશે, અને જો તેમને કારણે સરકારી તંત્રમાં નુકસાન કે નીતિ ભંગ થાય તો તાત્કાલિક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
આ કડક નિર્ણય રાજ્યના સરકારી તંત્ર માટે સંકેતરૂપ બની ગયો છે કે, ભ્રષ્ટાચાર સામે સરકારી લેવલે કડક કાર્યવાહી કરાય છે, અને કોઈ પણ પ્રકારના પદ અને હોદ્દા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે આ એક ચેતવણીરૂપ ઉદાહરણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech