અગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ

  • November 07, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં છ માસ પહેલા એક સાથે 27 જેટલા માનવીઓ વિનાશક આગમાં જીવતા ભડથું થવાના આખા ગુજરાતને હચમચાવી દેનારા ટીઆરપી્ ગેમ ઝોન અગ્નિ કાંડમાં અગાઉ 15 આરોપીઓ સામે ચાર્જશીટ તેમજ ચાર્જ ફ્રેમ થયાને પગલે રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલ કેસમાં કાયદાકીય જોગવાઈ મુજબ સરકાર તરફથી કુલ-467 દસ્તાવેજો જેમા પાંચ હજાર પેઈજનો દસ્તાવેજી પુરાવો આજરોજ મુદતમાં એડિશનલ સેશન્સ જજ ડી. એસ. સીંઘની કોર્ટમાં રજુ કરી પ્રોસિક્યુશન દ્વારા તમામ આરોપીઓ વિરૂધ્ધ પોતાનો કેસ ખુલ્લો મુકવામાં આવતા અદાલત દ્વારા તારીખ 14/11ની મુદત રાખવામાં આવી છે. આ તકે આરોપીઓને તેમના વકીલ રોકી લેવાની અદાલત દ્વારા ટકોર કરવામાં આવી હતી.
કેસની હકીકત મુજબ, રાજકોટના કાલાવડ રોડ નાના મવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસેના ટી.આર.પી. ગેમ ઝોનની અતિ વિનાશક કરુણાંતિકા મામલે આરોપી (1) ધવલ કોર્પોરેશનના પ્રોપ્રાઇટર ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા (4) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (6) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલવા પામે તે તમામ સામે 50 મીટર પહોળું અને 60 મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલું ઉચું લોખંડ તથા પતરાનું ફેબ્રિકેશનનું માળખું ઉભું કરી ગેમ ઝોન બનાવી તેમાં આગ લાગવાની ઘટના બને તો પહોચી વળી આગ રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયરના સાધનો રાખ્યા વગર કે અગ્નિશમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી તેમાં આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મૃત્યુ થવાની શતપ્રતિશત સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખી 27 માનવીઓના મૃત્યુ નીપજાવી મહાવ્યથાઓ સાથે આ ગેમ ઝોનમાંથી નાશી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મૃત્યુ સંભવ હતા, તેવા જોખમમાં નાખી ગુનો કયર્િ અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપી હતી.
જે સંદર્ભે ટી.આર.પી. અગ્નીકાંડ કેસમાં એસઆઇટીની તપાસના આધારે વિવિધ તંત્રના અધિકારીઓ, સંચાલકો વગેરે 15 આરોપીઓ સામે સેશન્સ અદાલતમાં કેસ કમિટ થયા બાદની આજરોજ 7મી મુદત હોય, જેમાં સરકાર પક્ષેના સ્પે. પી.પી., એડી. સ્પે. પી.પી. તથા ભોગ બનનારના એડવોકેટસ રાજકોટ એડિશનલ સેશન્સ જજ ડી. એસ. સીંઘની કોર્ટમાં ખુલતી અદાલતે હાજર રહેલ અને 5000 પેઇજનો 467 દસ્તાવેજો સ્વરૂપી પુરાવો રજુ કર્યો હતો. આ સાથે અદાલત દ્વારા આરોપીઓને વકીલ રોકી ચાર્જ બાબતે રજૂઆત કરવાની ટકોર કરવા સાથે આગામી તા. 14/11ના સુનાવણી રાખવામાં આવી છે. ઉપરોકત કામમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા તથા ભોગ બનનાર પ્રદિપસિંહ ચૌહાણ પરીવાર તરફે રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, અન્ય એક ભોગ બનનાર વતી એન.આર.જાડેજા વગેરેએ હાજર રહી કાર્યવાહી કરી હતી.


૪૬૭ દસ્તાવેજોનો પુરાવો : ૫૦૦૦ પેઇજની સ્કેન નકલો ડીવીડીમાં આરોપીઓને સુપ્રત
આજે સરકાર પક્ષ અને ફરિયાદી પક્ષ વતી રજૂ કરવામાં આવેલ ૫૦૦૦ પેજના ૪૬૭ દસ્તાવેજોના પુરાવામાં એફ.આઈ.આર., પી.એમ.રિપોર્ટ, પંચનામાઓ, એફ.એસ.એલ. રિપોર્ટ, બેંકોના સ્ટેટમેન્ટ, ઓડીટ રિપોર્ટ, હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાયો, કોર્પેારેશનની ફાઈલો, પી.જી.વી.સી.એલ.ની ફાઈલો, ફાયર વિભાગની ફાઈલો, મોબાઈલ કોલ ડિટેઈલ્સ, ઈજા પામનારાઓના મેડિકલ સર્ટિફિકેટસ વિગેરેનો દસ્તાવેજી પુરાવો અદાલતમાં રજુ કરવામાં આવેલ છે, જે દસ્તાવેજી પુરાવાની નકલો કાયદાકીય જોગવાઇ મુજબ આરોપીઓને આપવાની થતી હોય જે દસ્તાવેજી પુરાવાની નકલો ડી.વી.ડી. સ્વપે આરોપીઓને પુરી પાડવામાં આવેલ છે.


સુઓ મોટોમાં હાઇકોર્ટ તંત્રવાહકોને આડે હાથે લીધા, એસઆઈટી રચાઇ

ટીઆરપી ગેમ ઝોન અિકાંડમાં હતભાગીઓના સ્વજનોના હદયદ્રાવક કણ દનથી દેશની જનતાને આંસુ લાવી દેનાર ઘટનાના અહેવાલોના આધારે ગુજરાત હાઈકોર્ટે રજાના દિવસે સુઓમોટો રિટ દાખલ કરી બીજે જ દિવસે મેરેથોન સાડા ચાર કલાક ચાલેલી સુનાવણીમાં હાઇકોર્ટ જસ્ટિસે પોલીસ કમિશ્નર તથા મ્યુનિસિપલ કમિશ્નર સહીત તંત્રોને આડે હાથે લીધા હતા. ત્યારબાદ એસઆઈટી રચવામાં આવતા ૨૭નો ભોગ લેનારા અીકાંડમાં ૧૫ આરોપીઓ સામે કેસ દાખલ થયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application