રાજકોટના ઇતિહાસમાં ક્યારેય કોઈ બ્રિજ પ્રોજેક્ટ માટે ન આવ્યા હોય તેટલા 11 ટેન્ડર કટારીયા ચોકડીએ નિમર્ણિ થનારા સિગ્નેચર કેબલ બ્રિજ માટે આવ્યા છે તેમ સિટી એન્જીનિયર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું. કટારીયા ચોકડી બ્રિજના ટેન્ડરની અંતિમ તારીખ 18 નવેમ્બર છે પરંતુ વધુને વધુ એજન્સીઓ તરફથી ક્વેરી આવી રહી હોય ટેન્ડરની અંતિમ તારીખ લંબાવાય તેવી શકયતા છે.
વિશેષમાં મહાપાલિકાના વેસ્ટ ઝોનના સિટી એન્જીનિયર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.11માં કટારિયા ચોકડી ખાતે રૂ.150 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. ટેન્ડર મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર આપ્યા પછી 30 મહિનાની સમય અવધિમાં આ બ્રિજનું નિમર્ણિ કામ પુરૂં થશે. થ્રી-લેયર બ્રિજમાં ગ્રાઉન્ડ ફ્લોર પર યુ-ટર્ન લઇ કાલાવડ રોડ અને રિંગ રોડ-2 તરફ જઇ શકાશે. આ ઉપરાંત અન્ડરબ્રિજમાંથી રિંગ રોડ-2 તરફ જઇ શકાશે. જ્યારે ઓવરબ્રિજ પરથી વાહન ચાલકો જલારામ ફૂડ કોર્ટથી કોસ્મોપ્લેક્સ તરફ જઇ શકશે. ફ્લાય ઓવર બ્રિજની લંબાઇ 800 મીટર અને પહોળાઇ 24 મીટરની રહેશે. જ્યારે સેન્ટ્રલ સ્પામ 160 મીટરનો રહેશે. ફ્લાય ઓવરબ્રિજ જલારામ ફૂડ કોર્ટથી શરૂ થશે અને કોસ્મોપ્લેક્સ પાસે પૂરો થશે. જ્યારે અન્ડરબ્રિજની લંબાઇ 600 મીટરની રહેશે અને પહોળાઇ 18 મીટરની રહેશે. અન્ડરબ્રિજ રંગોલી પાર્ક આવાસ યોજના પાસે હાલ જે હયાત નાલું છે ત્યાંથી શરૂ થશે અને 80 મીટર ટીપીના રોડ પર પૂરો થશે. શહેરના આ પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કટારિયા ચોકડીએ સિગ્નેચર કેબલ બ્રિજની સાથે અન્ય આઠ સ્થળોએ હયાત નાલાને પહોળા કરવા કે બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.11માં રંગોલી પાર્ક નજીક રૂડાની આવાસ યોજના પાસે 18 મીટર અને 24 મીટર ટીપીના રોડ પર 7.20 કરોડના ખર્ચે બે બ્રિજ નિમર્ણિ પામશે. આ ઉપરાંત વોર્ડ નં.9માં સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીના વિસ્તારને જોડતા સેક્ધડ રિંગ રોડ પર અલગ-અલગ ત્રણ બ્રિજ રૂ.42.26 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જ્યારે વોર્ડ નં.9માં જ મુંજકા પોલીસ ચોકીથી આગળ અને આર્સ વિદ્યા મંદિર પાસે રૂ.5.53 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.1માં રૈયા ગામથી સ્માર્ટ સિટીને જોડતા રોડ પર હયાત નાલાના સ્થાને રૂ.12.65 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે.
કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 9 બ્રિજ માટેના ટેન્ડર ત્રણ દિવસમાં પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. જે માત્ર વેસ્ટ ઝોનમાં જ બનશે. સ્માર્ટ સિટી સાથેનું કનેક્શન વધુ મજબૂત કરવા માટે બ્રિજ બનાવવાના નિર્ણય લેવામાં આવ્યા હોવાનું પણ ચચર્ઇિ રહ્યું છે. કટારિયા ચોકડી બ્રિજને અગાઉ આઇકોનિક બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં આઇકોનિક બ્રિજ ભવિષ્યમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય કટારિયા ચોકડી બ્રિજને સિગ્નેચર કેબલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે.
એકસાથે નવ બ્રિજના કામ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યા બે વર્ષ માટે વકરે તેવી પણ શક્યતા નકારી શકાતી નથી. પરંતુ આ બ્રિજનું નિમર્ણિ કામ પૂર્ણ થતા ન્યૂ રાજકોટ અને ખાસ કરીને સ્માર્ટ સિટીની શકલ ફરી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech