ભુલ ભુલૈયા 3 એ કમાણીની બાબતમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. કાર્તિક આર્યનના કરિયરની આ સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ માત્ર ત્રણ દિવસમાં 100 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે અને હજુ પણ તે ઘણો નફો કરી રહી છે. હવે એવા અહેવાલ છે કે ફિલ્મ ટૂંક સમયમાં 150 કરોડના ક્લબમાં પ્રવેશ કરશે.
કાર્તિકે આ રેકોર્ડ બનાવ્યો
રિપોર્ટ અનુસાર, ફિલ્મ છઠ્ઠા દિવસે 10.50 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. હાલમાં ફિલ્મનું કુલ કલેક્શન 143.91 છે અને જો ફિલ્મ 10.50 કરોડની કમાણી કરશે તો ફિલ્મ 150 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. ફિલ્મનું કુલ કલેક્શન 154.41 હશે અને આવું કરનાર કાર્તિકના કરિયરની આ બીજી ફિલ્મ હશે. અગાઉ ભૂલ ભુલૈયા 2 150 ક્લબમાં જોડાઈ હતી. ફિલ્મના છઠ્ઠા દિવસના સત્તાવાર આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી?
આ ફિલ્મે પહેલા દિવસે 36.6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે 38.4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે ફિલ્મે 35.20 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે ચોથા દિવસે 17.8 કરોડની કમાણી કરી હતી. પાંચમા દિવસે ફિલ્મે 15.91 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મનું કુલ કલેક્શન 143.91 કરોડ થઈ ગયું છે.
ભુલ ભુલૈયા 3ની બોક્સ ઓફિસ પર રોહિત શેટ્ટી અને અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેઈન સાથે ટક્કર છે. સિંઘમ અગેઇનને પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને તે સારી કમાણી કરી રહી છે. જોકે ભૂલ ભુલૈયા 3ની કમાણી પર તેની અસર જોવા મળી નથી.
ભુલ ભુલૈયાનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત જેવા સ્ટાર્સ છે. આ ફિલ્મમાં અભિનેત્રી તૃપ્તિ ડિમરી પણ મહત્વના રોલમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech