BREAKING NEWS

પ્રભાસની રાજા સાબની હાલત ચિંતાજનક, 6 દિવસમાં 150 કરોડ પર પહોંચવું મુશ્કેલ

  • January 15, 2026 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ રાજા સાબ’ને સિનેમાઘરોમાં રિલીઝ થયાને હવે લગભગ એક અઠવાડિયો થવા આવ્યો છે, પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મની હાલત ચિંતા જનક બની ગઈ છે. શરૂઆતમાં સારી ઓપનિંગ બાદ ફિલ્મની કમાણીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 9 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ હોરર-કોમેડી ફિલ્મએ પહેલા દિવસે તો ધમાકેદાર કમાણી કરી હતી, પરંતુ ત્યારબાદ દર્શકોનો ઉત્સાહ ઠંડો પડતો જોવા મળ્યો. હાલ પરિસ્થિતિ એવી છે કે ફિલ્મ લાંબા સમય સુધી સિનેમાઘરોમાં ટકી રહેશે કે નહીં, એ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.ફિલ્મથી પ્રભાસના ફેન્સને ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ કથા, પ્રેઝન્ટેશન અને અભિનય—કોઈ પણ બાબત દર્શકોને ખાસ પસંદ આવી નથી. દર્શકોનું માનવું છે કે પ્રભાસ પર આ હોરર-કોમેડી જૉનર સુટ થતો નથી અને તેઓ એક્શન રોલમાં વધારે અસરકારક લાગે છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ‘દ રાજા સાબ’ માટે 150 કરોડનો આંકડો પાર કરવો પણ મુશ્કેલ બન્યો છે.  રિપોર્ટ મુજબ, ફિલ્મે છઠ્ઠા દિવસે માત્ર 5.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ફિલ્મની કુલ કમાણી 124.65 કરોડ રૂપિયા સુધી પહોંચી છે.

ફિલ્મે રિલીઝ પહેલાં પેડ પ્રિવ્યુથી 9.15 કરોડ, પહેલા દિવસે 53.75 કરોડ, બીજા દિવસે 26 કરોડ, ત્રીજા દિવસે 19.1 કરોડ, ચોથા દિવસે 6.6 કરોડ અને પાંચમા દિવસે 4.8 કરોડ રૂપિયા કમાયા હતા.ફિલ્મમાં પ્રભાસ સાથે સંજય દત્ત, માલવિકા મોહનન અને નિધિ અગ્રવાલ મહત્વના રોલમાં નજરે પડે છે. ફિલ્મનું દિગ્દર્શન મારુતિએ કર્યું છે. જોકે, ફિલ્મ પ્રભાસની અગાઉની હિટ ફિલ્મોના રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહી છે.કુલ મળીને જોવામાં આવે તો  રાજા સાબ’ બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરતી જોવા મળી રહી છે, અને આવનારા દિવસોમાં ફિલ્મ માટે સ્થિતિ સુધરશે કે નહીં એ જોવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application