જામનગર મહિલા સોનાના ઘરેણા સાથેનું બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા પોલીસે સીસીટીવીનું સતત મોનિટરિંગ કરીને ઘરેણાનું બેગ શોધી કાઢી તેના મૂળ માલિક ને સોંપ્યું હતું.
જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફ સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સની કામગીરી પર હતા. ત્યારે અરજદાર કાજલબેન પરિક્ષિતભાઇ પાઠક (રહે. રામેશ્વરનગર જામનગર) ત્યાં આવ્યા હતા. અને તેઓના જણાવ્યા મુજબ તા.૩૦/૧૧/૨૦૨૫ના સવારના ૧૦;૩૦ વાગ્યે તેઓના સસરાના ઘરેથી તેના ઘરે જવા માટે પંચેશ્વર ટાવરથી રામેશ્વરનગર જવા માટે રીક્ષામાં બેઠા હતા. જે રીક્ષામાં તેના ૩ બેગનો સામાન લઇ નિકળેલ અને રામેશ્વર પટેલ વાડી તેના ઘરે રીક્ષા માંથી ઉતરી અને રીક્ષામાં રાખેલ ર બેગ ઉતારેલ અને એક બેગ રીક્ષાની પાછલી સીટ પાછળ રાખેલ હતી જે ભુલી ગયા હતા. અને આ બેગમાં રૂ.૨ લાખ ૫૦ હજારની કિંમત સોનાના દાગીના તથા કપડા વિગેરે હતા.જે સોધી આપવા નું જણાવ્યું હતું
કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલ ના માર્ગદર્શન મુજબ એએસ.આઇ પરેશભાઈ.એ.ખાણઘર, પો.કોન્સ સંજયભાઇ જોડ, રેખાબેન દાફડા, મિતલબેન સાવલીયા, વર્ષાબા જાડેજા તથા એન્જીનીયર પ્રિતેશ વરણ, અનિલ પરમાર, ધવલ ગોસ્વામી સહિતના અધિકારી/ કર્મચારી દ્વારા પંચેશ્વર ટાવર વિસ્તારના અલગ અલગ સીસીટીવી ફુટેજ ચકાસણી કરી અત્રેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સી.સી.ટી.વી કેમેરા માં જોતા અરજદાર જે રીક્ષામાં બેસેલ હતા તે રીક્ષા નં. જીજે-૦૯ એ એક્સ -૫૦૮૦ વાળી હોવાનું જણાય આવતા સદર રીક્ષા ચાલકનો આરટીઓમાં ડેટા ચેક કરતા સદર રીક્ષાનો માલીક સાબરકાંઠા જિલ્લાનો રહેવાસી હોય અને આરટીઓના ડેટામાં ટેલીફોન નંબર અપડેટેડ ન હોવાથી રીક્ષાને સીસીટીવી એલર્ટ વોચમાં રાખી સતત ત્રણ દિવસ સુધી સીસીટીવી મોનિટરીંગ કરવમાં આવ્યું હતું.જેમાં તા.૦૩/૧૨/૨૦૨૫ના રોજ રીક્ષા ચાલકને લાલ બંગ્લા સર્કલથી શોધી ચાલક પાસેથી થેલો મેળવી અરજદારને સોંપી આપ્યો હતો.