BREAKING NEWS

સોશ્યલ મીડિયાના માધ્યમથી મહિલાને બદનામ કરનાર શખ્શને પોલીસે કરાવ્યુ કાયદાનું ભાન

  • October 08, 2025 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર પંથકની એક પરણીતાની છબીને નુકશાન પહોંચે તે રીતે અને લગ્નજીવન તૂટે તે પ્રકારે સોશ્યલ મીડિયામાં તેને બદનામ કરવામાં આવતા આરોપીને પોલીસે પકડી પાડયા બાદ તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યુ હતુ.
પોરબંદર પંથકની એક પરણીતાની છબીને નુકશાન પહોંચે તે રીતે ઇન્સ્ટાગ્રામ એપ મારફતે ફેક આઇ.ડી. બનાવીને એ મહિલાના ફોટા અપલોડ કરી બદનામ કરવાની કોશિશ કરનાર મૂળ ઇશ્ર્વરીયા તથા હાલ સેવક દેવળીયા રહેતા ઇકબાલ ઉર્ફે ઇકુડો ધાવડાને પોલીસે પકડી પાડયા બાદ કાર્યવાહી કરી હતી.
જે ગુન્હામાં આરોપી દ્વારા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોતાનો ચહેરો અને પોતાની ઓળખ  છૂપાવી ભોગ બનનાર, ફરીયાદીને જાહેરમાં બદનામ કરવા કે તેની છબીને નુકશાન પહોંચે તે રીતે ઇન્સ્ટાગ્રામ એપ મારફતે ફેક આઇ.ડી. બનાવી ફરીયાદીના  ફોટો અપલોડ કરી તેણીની સામાજિક પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડેલ હોય જેથી આવા પડદા પાછળ રહેલ આરોપીઓ કે જેઓ પોતાનો  ચેહરો અને ઓળખ છુપાવી ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરી પોતાનો  ચહેરો તથા ઓળખ છુપી રાખી અન્ય લોકોને ખોટી રીતે બદામ કરે છે. જેથી આવા આરોપીઓઅને કાયદાનું ભાન રહે અને આવુ કૃત્ય અટકાવવાના હેતુથી તેમનો અને ઓળખ સમાજ વચ્ચે ઉજાગર કરવા ખૂબજ જ‚રી હોય જેથી સમાજમાંથી આવુ દૂષણ દૂર થાય તે હેતુથી આ કેસના આરોપીને પોરબંદરની  પ્રજા વચ્ચેથી ચાલતા કમલાબાગ  પોલીસ સ્ટેશન સુધી લઇ જવામાં આવેલ.
જાહેર જનતાને અપીલ
હાલના ડીજીટલ યુગમાં ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જેવા કે (વોટસએપ, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, સ્નેપચેટ, ફેસબુક)નો ઉપયોગ કરી ફેક આઇ.ડી. બનાવી કોઇ પણ દિકરી, મહિલા, વ્યક્તિના  તેના સંમતિ વગર ફોટો, વિડીયો વાયરલ કરી બ્લેકમેઇલ કરવુ, અપશબ્દો બોલવા, માનસિક ત્રાસ આપવો તેઓની પ્રતિષ્ઠાને નુકશાન  પહોંચે તેવા અશ્ર્લીલ ફોટો કે વીડિયો બનાવવા એ કાયદાકીય જોગવાઇઓનું સરેઆમ ઉલ્લંઘન છે. 
આ ગુન્હાહિત પ્રવૃત્તિ છે. જેથી આવી કોઇ પણ ઘટનાનો કોઇપણ વ્યક્તિ  ભોગ બનેલ હોય અથવા બની રહેલ હોય તો તેઓએ તાત્કાલિક વિના સંકોચે કોઇપણ જાતના ડર કે ભય વગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોરબંદરનો સંપર્ક કરવા જણાવાયુ છે. ફરીયાદીની ઓળખ છૂપી રાખવામાં આવશે તેમ જણાવીને સાયબર ક્રાઇમ  પોલીસમથક દ્વારા લોકો આ પ્રકારના  ગુન્હામાં ફરિયાદ નોંધાવવા આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application