રાજકોટ પડધરીના ખંભાળા ગામની સીમમાં આવેલા ઝીબ્રાનો વુડસ વિકેન્ડ વિલામાં રાજકોટ એલસીબીની ટીમે દરોડો પાડી રોકડ અને છ મોબાઈલ સહીત .૧.૪૫,૧૦૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ પડધરીના ખંભાળા ગામની સીમમાં આવેલા ઝીબ્રાનો વુડસ વિકેન્ડ વિલાના મમાં કેટલાક શખસો તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની ચોક્કસ બાતમી રાજકોટ એલસીબીની ટીમને મળતા આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા દિનેશ રવજીભાઈ વિઠલાપરા (રૈયારોડ પર આલાપગ્રીન સિટીમાં બ્લોક નંબર–૧), ચુનીલાલ ગાંગજીભાઈ સુરાણી (રહે–મેતા ખંભાળિયા, તા.ગોંડલ), ભરત કરશનભાઈ મકવાણા (રહે–ગોંડલ ભવનાથ સોસાયટી), અશરફ બહાહત્પદીન પઠાણ (રહે–મોટા દેવળીયા, તા.બાબરા), પ્રિતેશ મહાદેવભાઈ પાંચાણી (રહે–ખંભાળા), અનિલ કેશુભાઈ પારવાડીયા (રહે– મેતા ખંભાળિયા, તા.ગોંડલ)ને ઝડપી લઈ રોકડ ૧,૧૪,૦૦૦ અને છ મોબાઈલ મળી કુલ .૧,૪૫,૧૦૦નો મુદામાલ કબ્જે કરી તપાસ હાથ ધરતા દિનેશ રવજીભાઈ વિઠલાપરા વિકેન્ડ વીલાનો વીલા નંબર ૬૧ ભાડે રાખી બહારથી માણસો બોલાવી જુગાર ચલાવતો હોવાનું ખુલ્યું હતું.
પોલીસે તમામ સામે પડધરી પોલીસમાં ગુનો નોંધાવીકાર્યવાહી કરી હતી