ખજૂર પોષણનો ભંડાર છે, પરંતુ જો તેને યોગ્ય રીતે ખાવામાં ન આવે તો શરીરને તેનો પૂરો યદો મળતો નથી.
તબીબી વિજ્ઞાન સ્વીકારે છે કે ખજૂરને પલાળીને ખાવી એ તેને ખાવાની સર્વશ્રેષ્ઠ રીત છે. દરરોજ ૨-૩ પલાળેલી ખજૂર ખાવાથી તમારા શરીરમાં શું ફેરફાર થાય છે અને રીત કઈ, તે જાણીએ.....
દરરોજ પલાળેલી ખજૂર ખાવાના અદ્ભુત ફાયદાત્વરિત
ખજૂરમાં નેચરલ ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ હોય છે, જે પલાળવાથી સરળતાથી પચી જાય છે અને શરીરને આખો દિવસ ઉર્જાવાન રાખે છે.
કબજિયાતથી કાયમી છુટકારો
ખજૂરમાં ભરપૂર ફાઈબર હોય છે. પલાળેલી ખજૂર ખાવાથી આંતરડાની પ્રક્રિયા સુધરે છે અને જૂની કબજિયાત પણ દૂર થાય છે.
એનિમિયા (લોહીની ઉણપ) દૂર થાય
તેમાં આયર્ન (Iron) નું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિન વધારે છે અને નબળાઈ દૂર કરે છે.
હૃદય અને બ્ડ પ્રેશર માટે ગુણકારી
તેમાં પોટેશિયમ ભરપૂર અને સોડિયમ ઓછું હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.
હાડકાં મજબૂત બને
ખજૂરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે.