દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના પગલે હવે ગુનાખોરી અટકાવવા ગેરેજ વર્કશોપ માં આવતા વાહનો અને માલિકની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે સતત વિકસી રહેલા શહેરોમાં ગુનાખોરીને અંકુશમાં લેવા માટે થઈને રાય સરકારના ગૃહ વિભાગ દ્રારા વિવિધ શહેરોના પોલીસ કમિશનરને અંગે જાહેરનામું બહાર પાડવા જણાવ્યું છે જેના ભાગપે અમદાવાદ પોલીસ કમિશનરે અંગેનું જાહેરનામું બહાર પાડું છે જેની અસર શહેરના ૧૦,૦૦૦ થી વધુ ગેરેજનો વ્યવસાય કરતાં લોકોને પડશે.
અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ અમદાવાદના વિકાસથી બહારના રાયોના નાગરિકો વ્યવસાય અર્થે આવે છે. અમદાવાદની વધતી ગિચતાને લીધે ચોરી, લૂંટ, સ્નેચિંગ જેવા મિલકત તથા શરીર સંબંધી ગુનાનું પ્રમાણ વધ્યુ છે. આ ગુનાઓ માટે ટુ વ્હીલર, ફો૨ વ્હીલર જેવા સાધનોનો ઉપયોગ કરાય છે. આવા ગુનાઓ આચરવા ચોરીના વાહનોનો ઉપયોગ થતો હોયછે. વાહનોને ગુનામાં ઉપયોગ કર્યા બાદ નુકસાન થવાથી, પકડાઈ જવાના ડરે ગુનેગારો, અસામાજીક તત્વો વાહનોમાં મોડીફિકેશન, વેચાણ કે રિપેરીંગ, સર્વિસ માટે વાહનોના એન્જિન–ચેસિસ નંબર ઉપરાંત માલિક કે ચાલકના આઈ.ડી. પ્રૂફ મેળવવાના રહેશે અને રજીસ્ટર નિભાવવાનું રહેશે. આવા રજીસ્ટર ના અભાવે ઘણી વખત ગંભીર ગુના ઉકેલવામાં વિલબં થતો હોય છે. હવેથી ગેરેજ, વર્કશોપ, સર્વિસ સ્ટેશનના માલિક સંચાલક કે મેનેજરે તેમને ત્યાં મોડીફિકેશન, રિપેરીંગ કે વેચાણ માટે આવતાં વાહન અને તેના માલિક–ચાલકના મોબાઈલ નંબર સાથેની વિગતોવાળું રજીસ્ટર નિભાવવાનું રહેશે. સાથે જ, એન્ટ્રી અને એકિઝટ ગેટ ઉપર સીસીટીવી લગાવી ૩૦ દિવસ સુધી સાચવવાની તાકીદ પણ જાહેરનામામાં કરાઈ છે હાલમાં ૧૬ જાન્યુઆરી સુધી આ જાહેરનામું અમલી રહેશે તેમજ જાહેરનામાનો ભગં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application