જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં એસ.આઇ.આર. માટે ઓર્બ્ઝવર નિમાયા
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં એસ.આઇ.આર. માટે ઓર્બ્ઝવર નિમાયા
December 13, 2025 01:03 PM
સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્પેશ્યલ ઇન્સેટીવ રીવીઝન (એસઆઇઆર)માં ચૂંટણી અધિકારી અને બીએલઓ દ્વારા ૧૦૦ ટકા કામગીરી કરવામાં આવી છે ત્યારે રાજયમાં ૭માં અને મહાપાલીકાના વિસ્તારમાં પ્રથમ ક્રમે રાજકોટનું નામ આવ્યું છે ત્યારે જામનગર જિલ્લા માટે ટ્રાન્સપોર્ટ કમિશ્નર તરીકે રહી ચૂકેલા અનુપમ આનંદ અને દેવભુમિ દ્વારકા જિલ્લા માટે ઉદ્યોગ અને ખાણ વિભાગના ડો.રાજેન્દ્રકુમારની નિમણુંક કરવામાં આવી છે.
સુધારણા મતદાર યાદીનું ચોકકસાઇથી કામ કરવા અધિકારીને સુચના આપવામાં આવી છે, આગામી દિવસોમાં તા.૧૯ના રોજ સુધારણા મતદાર યાદી બહાર પડશે.