BREAKING NEWS

રાજકોટ શહેરમાંથી વધુ એક મહિલા અને જિલ્લામાંથી ચાર બાંગ્લાદેશીઓ ઝડપાયા

  • June 04, 2026 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ગઈકાલે ડ્રાઇવ દરમિયાન પોલીસે કુલ 31 શંકાસ્પદ શખસોની અટકાયત કરી હતી. જેમાં પાંચ મહિલાઓ બાંગ્લાદેશની હોવાનું સ્પષ્ટ થયું હતું જ્યારે આજે પણ તપાસ યથાવત રાખી હતી જેમાં વધુ એક બાંગ્લાદેશી મહિલા મળી આવી છે. જ્યારે રાજકોટ જિલ્લામાં પણ તપાસ દરમિયાન જેતપુર, વીરપુર, ઉપલેટા અને શાપરમાંથી એક - એક બાંગ્લાદેશી ઘૂસણખોર મળી આવતા હવે તેમને ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.


ગૃહ મંત્રી અમિત શાહે દેશમાંથી ઘૂષણખોર બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટે હુંકાર કર્યા બાદ ગઈકાલે રાજ્યભરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર પોલીસની અલગ અલગ 13 ટીમો બનાવી શહેરભરમાં સર્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ 31 શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં પાંચ મહિલાઓ અતિશંકાસ્પદ જણાઈ હતી. તપાસ દરમિયાન આ પાંચેય મહિલાઓ બાંગ્લાદેશની હોવાનું અને અહીં ગેરકાયદે રીતે રહેતી હોવાનું સ્પષ્ટ થયું છે.


દરમિયાન આજરોજ એસઓજીની ટીમે એક કોલ બાંગ્લાદેશ થયો હોવાની માહિતીના આધારે યાજ્ઞિક રોડ પરથી તે કોલ કરનાર મહિલાને પકડી પાડી તપાસ કરતા તે મહિલા બાંગ્લાદેશે હોવાનું ખુલ્યું હતું. જેથી શહેર પોલીસ એ કુલ છ બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરી છે અને તેમને ડિપોટ કરવા કાર્યવાહી કરાશે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ આ ઝુંબેશ ચલાવામાં આવી રહી હોય જેમાં ઉપલેટા, જેતપુર, વીરપુર અને શાપરમાંથી એક-એક બાંગ્લાદેશી ઘૂસણખોરની શોધી કાઢ્યા નું જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application