રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષ સ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં રેસકોર્સ રિંગ રોડ ઉપર ૨.૮૮ કરોડના ખર્ચે ડેકોરેટીવ લાઇટ્સ મૂકવા અંગે નિર્ણય થશે. રેસકોર્સ રિંગ રોડ ઉપર હવે દરરોજ રાત થતાની સાથે દિવસ ઊગ્યા જેવો માહોલ સર્જાશે. રોશનીના ઝગમગાટથી રિંગ રોડ સોળે કળાએ ખીલી ઉઠશે.

રેસકોર્સ રિંગ રોડ ઉપર ડેકોરેટિવ લાઈટિંગ સાથે સોલાર રૂફ સાથેના કલાત્મક બાંકડા મુકાશે જેમાં રાત્રે લાઈટિંગ થશે. ટ્રાફિક ટ્રાએંગલ, રોડ ડીવાઈડર સહિત બધું જ રોશનીથી સોળે કળાએ ખીલી ઉઠે તેવું પ્લાનિંગ છે. દરખાસ્ત મંજૂર થતાની સાથે તુરંત કામ શરૂ કરાશે.

રેસકોર્સ રિંગ રોડ ઉપર ડેકોરેટિવ લાઈટ્સ નાખવા માટે ૨.૮૮ કરોડના એસ્ટિમેટ સાથે ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી જેમાં કુલ ચાર એજન્સીઓ આવી હતી જે ચારેય ટેકનિકલ બીડ ઇવેલ્યુએશનમાં ડિસ્કવોલીફાઈ થતા રિટેન્ડર કરાયું હતું જેમાં ત્રણ એજન્સી પૈકી લોએસ્ટ ઓફર રજૂ કરનાર ન્યૂ વોટર વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ-સુરતને ૨.૩૦ કરોડમાં કામ આપવા સૂચવ્યું છે જે અંગે આવતીકાલે કમિટી નિર્ણય કરશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application