BREAKING NEWS

નાસિકના ડિંડોરીમાં કાર કૂવામાં ખાબકી ત્રણ બાળકો સહિત નવનાં મોત નીપજ્યા

  • April 04, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




નાસિક મહારાષ્ટ્ર્રના નાસિક જિલ્લામાં આવેલા ડિંડોરીમાં પાણી ભરેલા ખુલ્લા કુવામાં એક કાર ખાબકી હતી જેમાં કારમાં મુસાફરી કરી રહેલા તમામ ૯ લોકોના ગૂંગળાઈ જવાથી મોત નીપજયા હતા. મૃતકોમાં એક નાનું બાળક અને એક મહિલા પણ સામેલ છે. ડ્રાઇવરે કોઈ કારણસર વાહન પરનો કાબુ ગુમાવતાઆ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.કાર સીધી પાણીથી ભરેલા કૂવામાં પડી ગઈ હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં ઇન્દોર ગામના સુનીલ દરગુડેના પરિવાર અને સંબંધીઓ સહિત નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરિવાર એક સામાજિક મેળાવડામાંથી ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે કાળનો ભેટો થઈ ગયો હતો. મોડી રાત્રે ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે ઘટનાની તપાસ શ કરી છે. સ્થાનિક લોકોનું ટોળું તાત્કાલિક ઘટનાસ્થળે એકત્ર થઈ ગયું હતું અને ભારે પ્રયાસ બાદ ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News