રાજકોટ શહેરમાં હવે બુટલેગરે દામગાવાની પેટર્ન બદલી છે. હવે પાર્સલની આડમાં દા વેપલો છાનાખૂણે શ થયો છે. ત્યારે નવાગામમાં ડા ટ્રાન્સપોર્ટના વેર હાઉસમાંથી ૯૬ બોટલ દાનો જથ્થો એલસીબી ઝોન–૧ ની ટીમે ઝડપી લીધો હતો. પોલીસે દા મંગાવનાર શખસની મોબાઇલ નંબરના આધારે તપાસ શ કરી છે.
દા જુગારની પ્રવૃત્તિઓને ડામવા ઉચ્ચ અધિકારીઓ દ્રારા અપાયેલી સૂચનાના પગલે ડીસીપી ઝોન–૧ હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ એમ.કે.મોવલીયા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, નવાગામ ડા ટ્રાન્સપોર્ટના વેરહાઉસમાં ટ્રાન્સપોર્ટ મારફતે દાનો મગાવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા વેરહાઉસમાંથી .૨૮,૮૦૦ ની કિંમતની ૯૬ બોટલ દા મળી આવ્યો હતો. દા મંગાવનાર શખસનો મોબાઇલ નંબર પોલીસને મળતા આ નંબરના આધારે પોલીસે દા મગાવનારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના બીજા દરોડામાં,રાજકોટ તાલુકા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન નાના મવા મેઇન રોડ મોકાજી સર્કલ, જૂનું ગામતળ શેરી નંબર ૯ માં પહોંચતા રોડ પર એક શંકાસ્પદને શખસને ઝડપી તપાસ કરતા તેની પાસેથી .૩૧૩૦ ની કિંમતના ૬ ચપલા મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા પોતાનું નામ ધર્મેશ ઉર્ફે લાલો કમલેશભાઈ ભોજાણી (ઉંમર ૨૮)(રહે નાના મવા મેઇન રોડ મોકાજી સર્કલ, જૂનું ગામતળ શેરી નંબર ૯ ) જણાવ્યું હતું. પોલીસે શખસને પકડી તેની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ત્રીજા દરોડામાં, પ્ર નગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જંકશન શેરી નંબર ૧૫ માં શંકાસ્પદ ચાલકને પકડી તપાસ કરતા ૨૦૦ની કિંમતની ૨ દા બોટલ મળી આવી હતી. પોલીસને પોતાનું નામકૃણાલ છગનભાઈ સગપરીયા(ઉંમર ૪૧)(રહે મનહર પ્લોટ શેરી નંબર ૮, મંગળા રોડ) જણાવ્યું હતું. પોલીસે મોટરસાયકલ સહિત કુલ .૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરી શખસ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. એલસીબી ઝોન–૧,તાલુકા પોલીસ અને પ્ર નગર પોલીસે મોટરસાયકલ સહિત કુલ .૬૨૧૩૦ની કિંમતની ૧૦૨ દા બોટલ પકડી પાડી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application