તેં જ મારા કુકડાઓને મારી નાખ્યા છે કહી યુવકને પડોશીઓએ મારમાર્યો
તેં જ મારા કુકડાઓને મારી નાખ્યા છે કહી યુવકને પડોશીઓએ મારમાર્યો
May 20, 2026 10:07 AM
રાજકોટના હલેન્ડા ગામે યુવકને પડોશી શખ્સોએ પાઇપથી મારમારતા મૂંઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તે જ મારા કુકડાને મારી નાખ્યા છે તેવું ખોટું આળ મૂકી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ હલેન્ડા ગામે રહેતો બહાદુર વશરામભાઇ સોલંકી (ઉ.વ.19)નો સાંજે ઘરે હતો ત્યારે પડોશી વારસુર, લાલો, અજયએ આવી ઝગડો કરી પાઇપ વડે આડેધડ મારમારતા યુવકના પરિવારે વધુ મારથી બચાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. યુવકના પરિવારના કહેવા મુજબ બહાદુર ખેત મજૂરી કામ કરે છે, પડોશી વારસુરના કુકડા મર્યા ન હોય એમ છતાં પોતાના કુકડાને બહાદુરે મારી નાખ્યા છે તેવું આળ મૂકી હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.