જૂનાગઢ બીઓબી પાસેથી ૨.૩૯ કરોડનું ભાડું વસૂલવા મનપાએ ઢોલ વગાડયા

  • May 10, 2025 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ મહાનગરપાલિકાની માલિકીની મિલકતમાં બેંક ઓફ બરોડા ભાડે આપી હતી. ૧૦ વર્ષથી બેંક દ્રારા ભાડું ચૂકવવામાં આવ્યું ન હતું જેથી વ્યાજ તથા જીએસટી મળી કુલ ૨.૩૯ કરોડની રકમ બાકી હતી અને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે બેંકને સીલ કરવાના બદલે અન્ય રીતે વસૂલાત કરવા ચુકાદો આપતા મનપાયે ભાડું વસૂલવા બેંક ઓફ બરોડા બહાર ઢોલ વગાડા હતા અને ભાડું ભરપાઈ કરવામાં આવ્યું ન હતું જેથી તેવા બોર્ડ પણ લગાવી દીધા હતા.
આઝાદ ચોકમાં સીટી બસ સ્ટેન્ડ ઉપર મનપાની માલિકીની જગ્યા બેંક ઓફ બરોડાને ભાડે આપવામાં આવી હતી બેન્ક ઓફ બરોડા દ્રારા છેલ્લ ા ૧૦ વર્ષથી ભાડું ચૂકવ્યું ન હતું થોડા સમય પહેલા બેંકે આ જગ્યા ખાલી કરી નાખી હતી અને મનપાએ ભાડું વ્યાજ તથા જીએસટી મળી કુલ ૨.૩૯ કરોડથી વધુની રકમ વસૂલવા પ્રક્રિયા કરવામાં આવી હતી અને કોર્ટ કાર્યવાહી કરી હતી કોર્ટ દ્રારા પબ્લિકની સગવડતા હોવાથી બેંકને સીલ કરવાના બદલે અન્ય કોઈ રીતે બાકી ભાડાની વસુલાત કરવા મનપાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેથી કમિશનરના આદેશ બાદ મહાનગરપાલિકાના સ્ટાફે ચિતાખાના ચોક નજીક આવેલી બેંક ઓફ બરોડાની સામે ઢોલ નગારા વગાડા હતા અને ભાડા ની રકમ બેંક ચૂકવતી ન હોવાના બોર્ડ પણ ત્યાં લગાવ્યા હતા.
મહાનગરપાલિકા દ્રારા અવારનવાર રકમ ચૂકવવા ઉઘરાણી કરી હતી પરંતુ બેંક દ્રારા રકમ ચૂકવવામાં આવી ન હતી અને જગ્યા ખાલી કરી અન્ય સ્થળે સ્થળાંતર થયા હતા જેથી મહાનગરપાલિકાએ રકમ મેળવવા ઢોલ નગારા વગાડી રકમ ભરપાઈ કરવા જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application