દરેડમાં દારૂ કેશમાં નાસતો ફરતો આરોપી ઝપટે ચડયો

  • June 04, 2025 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
જામનગર નજીક પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને એલસીબીએ દરોડ વિસ્તારમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે પંચ-બીને સોપી આપવામાં આવ્યો હતો.

એલસીબી પીઆઇની સુચનાથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સ્ટાફ શહેર, ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન સ્ટાફના અરજણભાઇ, ઘનશ્યામભાઇ, મયુદીનભાઇને મળેલ હકીકત આધારે પંચ-બી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી રાણાવાવ તાલુકાના રાણીવાળાનેશ હાલ વીડીવાળા નેશના ગોગન કાના કોડીયાતરને દરેડ ગામમાંથી પકડી લેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application