જામનગર શહેરમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ

  • June 04, 2025 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાલ્કેશ્ર્વરી વિસ્તારમાંથી નીકળતા પોલીસ પ્રગટી


જામનગર શહેરમાં ૩ દિવસ પહેલા થયેલ મોટરસાયકલ ચોરીનો ગુનો શોધી કાઢવામાં આવ્યો છે હાપા વિસ્તારના શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા એસપી પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની સુચના અને પીઆઇ પી.પી. ઝાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.

દરમ્યાન સ્ટાફના પો.કોન્સ જયદીપસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કે વાલ્કેશ્ર્વરી હોસ્પીટલ સામે બ્રીજની નીચે એક ઇસમ ચોરીના મોટરસાયકલ સાથે ઉભેલ છે જે હકીકત આધારે સ્ટાફના માણસો હકીકતવાળી જગ્યાએ જતા ઇસમ નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ સાથે ઉભેલ હોગ જેથી નામ ઠામ પુછતા રવીરાજ રમેશ રોરીયા રહે. હાપા રેલ્વે સ્ટેશન પાસે એલગન સોસાયટી શેરી નં. ૨ જામનગરવાળો હોય જેની પાસે રહેલ મોટરસાયકલ નંબર જોવા મળેલ નહી તેથી ચેસીસ નંબર તથા એન્જીન નંબરના આધારે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા જીજે-૧૦-બીએફ-૫૨૯૦ જોવામાં આવેલ.

જે મોટરસાયકલ બાબતે પુછતા આરોપીએ ત્રણેક દિવસ પહેલા જામનગર ગુલાબનગર યોગેશ્ર્વરનગર એક ઘર પાસેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ આ અંગે સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન તપાસ કરતા ગુનો દાખલ થયેલ હોય જેથી મોટરસાયકલ કિ. ૩૦ હજાર ગણી ગુનાના કામે કબ્જે કરી ઇસમને પો.હેડ કોન્સ સંજયભાઇ પરમારે ધોરણસર અટક કરી ગુનો ખાનગી બાતમીદારો તથા સીસીટીવીની મદદથી શોધી કાઢેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application