BREAKING NEWS

જૂનાગઢ જેલમાં કેદી પાસેથી મોબાઈલ ફોન અને એસેસરીઝ ઝડપાયા

  • April 03, 2026 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ જેલમાં ઝડતી સ્કવોડની તપાસમાં બેરેકમાં તકિયા નીચે છુપાવેલો મોબાઈલ મળી આવ્યો હતો. આ ઉપરાંત એડપ્ટર અને બે નગં હોલ્ડર મળી આવ્યા હતા થોડી કલાકો બાદ ફરીથી તપાસ કરતા કેદીના ખિસ્સામાંથી સીમકાર્ડ મળી આવ્યું હતું. જેથી એક જ કેદી વિદ્ધ બે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  આ અંગે વધુ વિગત મુજબ જુનાગઢ જેલમાં રહેતા અને કાચા કામના આરોપી અયાન ઉર્ફે પાંચીયો અમીન મૂળિયા ફોનનો ઉપયોગ કરતો હોવાની માહિતી મળતા ઝડતી સ્કવોડની ટીમ દ્રારા બેરેક નંબર ૧૧મા તપાસ કરી હતી યાં અમીન ઉર્ફે પાંચિયાના બિસ્તરની ઝડતી કરતા તેમાંથી કીપેડ વાળો કાલા કલર નો મોબાઈલ મળી આવ્યો હતો. વિસ્તારની બાજુમાં પડેલી ક્રીમની ડબ્બીમાંથી એડપ્ટર કેબલ મળી આવ્યું હતું આ ઉપરાંત બેરેકની બધં ટુબલાઈટની પટ્ટીમાં બે નગં ટુ પીન હોલ્ડર મળી આવ્યા હતા. તો થોડા કલાકો બાદ ફરીથી જેલના અન્ય સિપાઈ દ્રારા બેરેક નંબર ૧૧ નીફરીથી તલાસી લીધી હતી અને ત્યાં અયાનના શર્ટના ખિસ્સામાંથી સીમકાર્ડ મળી આવ્યું હતું. જેથી કેદી વિદ્ધ બે અલગ અલગ ગુનાઓ નોંધાયા છે અને પોલીસે મોબાઈલ અને સીમકાર્ડ કયાંથી મેળવ્યા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News