સગીર–સગીરાને પ્રેમ પાંગરતા લની જીદ પકડી: ગોંડલ ૧૮૧ની ટીમે પરિવારને સોંપ્યા
રાજકોટ : ૧૬ વર્ષની સગીર ઉંમરમાં તણ અને તણીને પ્રેમ પાંગરતા બંને ઘરેથી ભાગી ગયા હતા બાદમાં પરિવારે લનીના પાડતા બંનેએ લની જીદ પકડી હતી અંતે ૧૮૧ અભયમ ટીમને જાણ થતા સગીર, સગીરાને સમજાવી બંનેના પરિવારને સોંપ્યા હતા.
ગોંડલ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં વ્યકિતનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ગોંડલ પંથકના વાડી વિસ્તારમાં રહી ખેતમજૂરી કામ કરતા મૂળ એમપીના બે પરિવારને મદદની જર છે. જે ફોનના આધારે ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર લતાબેન ચૌધરી, એએસઆઈ પરવાનાબેન, પાયલોટ દિવ્યેશભાઈ સહીતના સ્થળ પર પહોંચી બંને પરિવારની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, એક પરિવારની ૧૬ વર્ષીય દીકરી અને સામેના પરિવારનો ૧૬ વર્ષનો દીકરો બંનેને પ્રેમ થઈ જતા સગીર ઘરેથી પૈસા લઈને નીકળી ગયો હતો. જે બાબતેની પરિવારને જાણ થતા સગીરના પરિવારે લની ના પાડી દીધી હતી અને બંનેની ઉંમર પુખ્ત ન હોવાથી લ પણ થઈ શકે નહીં એમ છતાં સગીરા માનતી ન હોય અને પોતાને ઘરે નહીં જવાની અને મરી જવાની ધમકી આપી હતી. બંને પરિવારની વાત સાંભળી ૧૮૧ની ટીમે બંને પરિવાર અને સગીર સગીરાને સમજ આપી હતી કે, કાયદાકીય રીતે લ માટે બને પુખ્ત વય જરી છે. અને બાળલઅ ગુનો છે જેમાં જેલની સજા પણ થઈ શકે છે,આ વાત સાંભળીને સગીર અને સગીરા એકબીજાના ઘરે જવા રાજી થયા હતા. અને ૧૮૧ની ટીમના કાઉન્સેલર દ્રારા દીકરીનેપ્રેમથી રાખવા અને મારકૂટ ન કરવા પરિવારને સમજ આપી હતી. અને બંનેના પરિવારને સોંપતા ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application