તાલુકા પોલીસે વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરી આરટીઓ અને ખનિજ ખાતાનો મેમો આપી કાર્યવાહી કર
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કુદરતી સંપત્તિનું નુકસાન કરનારા તત્વો સામે પોલીસે લાલ આખં કરી છે. ગોંડલ તાલુકા પોલીસની ટીમ દ્રારા વાછરા ગામની સીમમાં આવેલી નદીમાંથી ગેરકાયદેસર ખનીજ અને માટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી એક જે.સી.બી. મશીન અને બે ટ્રેકટર જ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લી રાય અને રાજકોટ ગ્રામ્ય જીલ્લ ા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના મુજબ ગેરકાયદેસર ખનીજ ચોરી રોકવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર યુ.આર. ડામોરની સૂચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન વાછરા ગામની સીમમાં મીઠાભાઈની વાડી પાસે આવેલી નદીના વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે પોલીસે નદી વિસ્તારમાં દરોડો પાડો હતો. પોલીસની ટીમે સ્થળ પર તપાસ કરતા ત્યાં ગેરકાયદેસર રીતે માટી અને ખનીજ ચોરી કરી રહેલું એક જેસીબી અને બે ટ્રેકટર રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ વાહનો અને મુદ્દામાલને કબજે કરી પોલીસ સ્ટેશન ખાતે ખસેડા છે. વાહનોના ડ્રાઈવરોને આર.ટી.ઓ. મેમો તેમજ ખાણ–ખનીજ ખાતાનો મેમો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, કસૂરવારો વિદ્ધ કડક દંડનીય કાર્યવાહી કરવા માટે ભુસ્તર વિજ્ઞાન અને ખાણ–ખનીજ વિભાગની કચેરીને આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે. આ કામગીરી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ યુ.આર. ડામોર, હેડ કોન્સ્ટેબલ ફાલ્ગુનભાઈ સાગઠીયા, પોલીસ કોન્સ્ટેબલ અશ્વીનભાઈ તાવીયા અને પીસી કિર્તીભાઈ કાતરીયા દ્રારા કરવામાં આવી હતી