BREAKING NEWS

માણાવદરમાં માર્ગો ઉપર મેગા દબાણ હટાવ ઝુંબેશ શરુ

  • June 12, 2026 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદર શહેરમાં જાહેર રસ્તાઓ પર થતા ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યાને રોકવા માટે આજ સવારથી તાલુકા વહીવટી તત્રં દ્રારા એક મેગા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વંથલીથી બાંટવા તરફ જતા અને માણાવદર શહેરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગ પર નડતરપ તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શ કરી દેવામાં આવી છે. માણાવદરના મામલતદાર મહેશ શુકલાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રસ્તા પર દબાણ કરનારા આસામીઓને અગાઉ ૧ મે અને ૧૯ મે ના રોજ કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ કેટલાક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવી લીધા હતા, પરંતુ ઘણા આસામીઓ દ્રારા દબાણો દૂર ન કરાતા આજે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે અને રસ્તા પર નડતરપ બનતા આશરે ૮ થી ૧૦ ફટ બહાર કાઢેલા પતરા, ઓટા, પાણીની ટાંકીઓ તેમજ ચાની કેબિનો તોડી પાડવામાં આવી રહી છે.
આ કામગીરી માણાવદર તાલુકા વહીવટી તત્રં (મામલતદાર કચેરી), માણાવદર નગરપાલિકા, સિટી સર્વે વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના સંયુકત ઉપક્રમે યોજવામાં આવી છે. આજે સવારે કામગીરીની શઆતમાં કેટલાક સ્થાનિક લોકોએ પોતાના દબાણો હટાવવાનો ઈનકાર કર્યેા હતો અને માહોલ થોડો ગરમાયો હતો, જો કે સ્થળ પર હાજર પોલીસ કાફલાએ તાત્કાલિક કાયદેસરની વહીવટી કાર્યવાહી કરી વિરોધ કરનારાઓને એકતરફ ખસેડા હતા. ત્યારબાદ સ્થાનિક નાગરિકો, રાજકીય આગેવાનો અને મીડિયાકર્મીઓના સહકારથી હાલમાં આ કામગીરી સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. આ મુખ્ય માર્ગ પર દર અઠવાડિયે ૨ થી ૩ વખત ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી અને આગામી ચોમાસાની ઋતુ પણ નજીક આવી રહી હોવાથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આ દબાણો હટાવવા અનિવાર્ય બન્યા હતા. તંત્રના જણાવ્યા અનુસાર, આજે સવારથી શ થયેલી આ દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ આજે પણ ચાલુ રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application