રાજકોટના ગોંડલ તાલુકાના દેરડી–કુંભાજી, માંડલ કુંડલા અને બંધીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્રારા જળસંચય અંગે ગ્રામજનો અને આગેવાનો સાથે મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ ઉપસ્થિત રહી જળસંચયની તાતી જરિયાત પર ભાર મૂકયો હતો.
દેરડી–કુંભાજી, માંડલ કુંડલા અને બંધીયા ગામે અલગ અલગ બેઠકને સંબોધતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, પાણી એ જ પરમાત્મા છે અને તેને ધરતીના પેટાળમાં ઉતારવું એ આજના સમયની સૌથી મોટી ભકિત છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્રારા જે જે ગામોમાં ચેકડેમ ઐંડા ઉતારવા કે નવા બનાવવાના કાર્યેા થયા છે, ત્યાં આજે ખેડૂતોના કૂવા અને બોરના તળ ઐંચા આવ્યા છે. દેરડી–કુંભાજી ગામે યોજાયેલી મિટિંગમાં ગ્રામજનોએ જળસંચયના કાર્યમાં ખભેખભા મિલાવી સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. આ પ્રસંગે શૈલેશભાઈ છાત્રા સરપંચ, લેવા પટેલ સમાજ પ્રમુખ સવજીભાઈ વિશાવડીયા વગેરે આગેવાનોએ ઉપસ્થિત માંડલ કુંડલા ગામે પણ જળસંચયના આ એશ્વરીક કાર્યને વેગ આપવા માટે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં યોજાયેલી બેઠકમાં સરપચં એડી રામાણી સાહેબ, ભરતભાઈ પારખીયા, વિઠલભાઈ સેખડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ગામના જળસ્તર સુધારવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી અને જરી સહયોગની ખાતરી આપી હતી. યોજાયેલી બેઠકમાં સરપચં રધુરાજસિહ વાધેલા, માજી સરપચં હોમદેવસી વાધેલા, ધીભાઈ રાણપરીયા, ચંદુભાઈ પરમાર અને તમામ ગ્રામજનો ઉપસ્થિત રહી ગામના જળસ્તર સુધારવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application