BREAKING NEWS

ગોંડલના ગંજીવાડાના કારખાનામાં ભીષણ આગ: લાખોનું નુકસાન

  • May 04, 2026 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના ગંજીવાડા વિસ્તારમાં મોડી રાત્રે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલા જે 'ભગવાન એન્ટરપ્રાઇઝ' નામના લાકડાના છોલના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા ૫ કલાકથી ફાયર ફાઈટરોની ટીમ આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે, પરંતુ આગ હજુ પણ યથાવત છે. હાલ હજુ ૨ કલાક બાદ આગ બુઝાઈ તેવી શકયતા સેવાઇ રહી છે ગોંડલના ગંજીવાડામાં મોડી રાત્રે આશરે ૩ વાગ્યાના અરસામાં જે ભગવાન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં આગ લાગી હતી. લાકડાનો છોલ હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર–દૂર સુધી જોઈ શકાતા હતા.ઘટનાની જાણ થતા જ ગોંડલ સહિત રાજકોટ અને શાપર થી ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. કુલ ૪ ફાયર ફાઈટરની ટીમો દ્રારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક ખાનગી પાણીના ટેન્કરોની પણ મદદ લેવામાં આવી રહી છે.આગ કારખાનાના અંદરના ભાગે હોવાથી અને તેને બુઝાવવામાં મુશ્કેલી પડતી હોવાથી, ફાયર વિભાગ દ્રારા ૨ જેસીબી મશીનો બોલાવવામાં આવ્યા હતા. જેસીબીની મદદથી કારખાનાની દીવાલ તોડીને ફાયર ફાઈટરોએ અંદર પ્રવેશ કર્યેા હતો અને આગ બુઝાવવાની કામગીરી તેજ બનાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application