હાલ રાજયભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ગરમીથી બચવા માટે જળાશયો અને સ્વિમિંગ પૂલ તરફ નજર દોડાવી રહ્યા છે, ત્યારે માણાવદરના નાગરિકોને પોતાના જ શહેરના એક એવા ભવ્ય વારસાની યાદ આવી રહી છે જે કયારેક સમગ્ર કાઠિયાવાડનું ગૌરવ હતું. માણાવદરના આ ઐતિહાસિક સ્વિમિંગ બાથની હાલત અત્યારે અત્યતં બદતર થઈ ગઈ છે, જેને લઈને સ્થાનિક લોકોમાં તત્રં સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેને તાત્કાલિક રીપેર કરવાની માંગ ઉઠી છે.
૨૦૦ રજવાડાઓમાં પણ નહોતું એવું આરસપહાણનું સ્થાપત્ય
ઇતિહાસના પાના ઉથલાવીએ તો, કાઠિયાવાડના ૨૦૦ જેટલા રજવાડાઓમાં કોઈ પણ રાજવી પાસે ન હોય તેવું આધુનિક અને વૈભવી સ્નાનાગાર માણાવદરમાં હતું. 'કેસર એ હિન્દ'નો ખિતાબ મેળવનાર રાયના બેગમ ફાતિમા સિદીકા બેગમની યાદમાં, તત્કાલીન નવાબ ગુલામ મોહયુદ્દિનખાન બાબીએ વર્ષ ૧૯૩૭ થી ૧૯૩૯ દરમિયાન આ અદભુત સિદીકા સ્વીમીંગ બાથનું નિર્માણ કરાવ્યું હતું. વર્ષ ૧૯૩૯માં ઈ.સી. ગિબ્સના હસ્તે આ ભવ્ય સ્નાનાગાર ખુલ્લ ું મૂકવામાં આવ્યું હતું.
અંડરગ્રાઉન્ડ પિત્તળની પાઇપો અને પીઓપીની સજાવટ
આ સ્વિમિંગ બાથની ભવ્યતા એ વાત પરથી સમજી શકાય છે કે તે આખેઆખું આરસ અને સંગેમરમરના પથ્થરોથી બનાવવામાં આવ્યું હતું. તેના મુખ્ય પ્રવેશદ્રારની બંને બાજુ સુંદર પગથિયાં અને વચ્ચે સ્વિમિંગ માટેનો મોટો કુંડ આવેલો છે. આ કુંડમાં પાણી ભરવા માટે તે જમાનામાં અંડરગ્રાઉન્ડ પિત્તળની પાઇપલાઇનો નાખવામાં આવી હતી. એટલું જ નહીં, તેની છત પર પ્લાસ્ટર ઓફ પેરિસ અને આકર્ષક ફલવેલીઓની નકશીકામ કરીને તેને અત્યતં મોહક લુક આપવામાં આવ્યો હતો. અહીં સ્નાન કર્યા પછી કપડાં બદલવા માટે અનેક નાના ડ્રેસિંગ મો અને દર્શકો માટે ગેલેરીઓ પણ બનાવવામાં આવી હતી.
નવાબો અને રમતવીરોનું મનપસદં સ્થળ, સામાન્ય પ્રજાને પણ મળતો લાભ
ભૂતકાળમાં માણાવદરમાં બહારથી હોકી કે ક્રિકેટ રમવા આવતા ખેલાડીઓ અને ખુદ નવાબો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હતા. પ્રજાકલ્યાણના હેતુથી મહિનામાં બે દિવસ સામાન્ય જનતા માટે પણ આ સ્વિમિંગ બાથ ખુલ્લ ું મૂકવામાં આવતું હતું, યાં લોકો આવીને સ્નાનનો આનદં માણી શકતા હતા. ભવ્ય ભૂતકાળ વર્તમાનમાં વિસરાયો: તાકીદે સમારકામની માંગ
સમયનું ચક્ર એવું ફયુ કે આ ભવ્ય ભૂતકાળ આજે વર્તમાનમાં સાવ વિસરાઈ ગયો છે. જાળવણીના અભાવે આ કિંમતી હેરિટેજ પ્રોપર્ટી આજે ભૂતિયા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. કિંમતી કલાત્મક ચીજો અને બાંધકામ જર્જરિત થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને સામાજિક અગ્રણીઓ માંગ કરી રહ્યા છે કે સરકાર અને પુરાતત્વ વિભાગ જાગે અને આ ઐતિહાસિક વારસાનું તાત્કાલિક સમારકામ કરાવે, જેથી આ ભવ્ય વારસો નાશ પામતો બચે અને લોકોને ઉનાળામાં તેનો ફરી લાભ મળી શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application