જામનગર તા. 06 ફેબ્રુઆરી, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધાંધલ પિપળીયા પ્રાથમિક શાળા, મેવાસાવાડી તેમજ પિઠડધામનેસ વાડી શાળા ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુક, કુક કમ હેલ્પરની જગ્યાઓ ભરવાની છે.
ઉપર દર્શાવેલ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના સંચાલક કમ કુક ની જગ્યા ખાલી પડેલ હોવાથી કેન્દ્રમાં સંચાલક કમ કુક તથા કુક કમ હેલ્પરની નિમણૂંક કરવાની થાય છે.
આ યોજનામાં સંચાલક તરીકે નિમણૂંક માટે વ્યક્તિ એસ.એસ.સી. સુધી ભણેલી હોવી જોઈએ તેમજ જે તે ગામની વતની હોવી જોઈએ. પરંતુ આવી વ્યકિત ગામમાં ન મળે તો ધોરણ-૭ પાસ કરનાર અન્ય વ્યક્તિને સંચાલકની જગ્યાએ નીમી શકાશે. લઘુતમ વયમર્યાદા ૨૦ વર્ષ થી મહતમ વયમર્યાદા ૬૦ વર્ષની લાયકાત ધરાવતા હોય તેવા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવેલ છે. ગામડાની વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળી વયક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે.
અગાઉ વિવિધ ચાર તબક્કે અખબારયાદી પ્રસિધ્ધ કરી ભરતી માટે પ્રયાસ કરેલ છે. પરંતુ જગ્યા ખાલી રહેલ છે. જેથી છુટછાટ મુકીને આ બીજા પ્રયાસ ભરતી માટે બહાર પાડવામાં આવેલ છે.જે અનુસાર (૧) એસ.એસ.સી. અભ્યાસ બાબતે છુટ આપવામાં આવશે.(૨) હોમગાર્ડમાં ફરજ નિભાવનાર અરજી કરી શકશે.(3) અન્ય ગામના ઉમેદવાર હશે તો પણ છુટછાટ આપી ભરતી કરવામાં આવશે.
આ અંગે સરકારશ્રીના નિયમો અનુસાર નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદવેતન ચુકવવામાં આવશે. તો નિયત ફોર્મ તા.૧૬/૦૨/૨૦૨૬ સુધીમાં રજા સિવાયના દિવસોએ સવારના ૧૧-૦૦ થી ૧૮-૦૦ કલાક (સાંજે ૦૬:કલાક) દરમ્યાન મામલતદાર કચેરી, કાલાવડ, ખાતેથી મેળવી લેવાનાં રહેશે અને સંપુર્ણ વિગતો ભરીને નિયત અરજી ફોર્મની સાથે જરૂરી આધારો જેવા કે અભ્યાસ અંગેની લાયકાતના પ્રમાણપત્રો, જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, લાઇટબિલ, ચુંટણીકાર્ડ, બેંક પાસબુકની નકલ તથા આધારકાર્ડ આ તમામની પ્રમાણિત નકલો તથા શારિરીક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર તેમજ સંપુર્ણ નામ, સરનામા, મોબાઈલ નંબરની વિગતો સહિત અરજી ફોર્મ ભરીને મોડામાં મોડા તા.૧૬/૦૨/૨૦૨૬ ના રોજ ૧૮-૦૦ કલાક સુધીમાં રજુ કરવાના રહેશે. નિયત તારીખ અને સમય બાદના અરજી ફોર્મ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. જેની સર્વેએ નોંધ લેવી.
આ માટેની ઈન્ટરવ્યું તા-૧/૦૨/૨૦૨૬ બપોરના ૦૧.૦૦ કલાકે રાખવામાં આવેલ છે, તો સબંધિત અરજદારોએ પોતાના અસલ તમામ આધારો, પ્રમાણપત્રો સાથે મામલતદાર કચેરી, કાલાવડ ખાતે હાજર રહેવા માટે મામલતદાર, કાલાવડની અખબાર યાદીમાં જણાવાયેલ છે.