BREAKING NEWS

વિદેશી દારૂ ભરેલી કાર સાથે જુના રાજપરાનો શખ્સ ઝડપાયો

  • October 09, 2025 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કોબડી ટોલનાકા નજીકથી એલસીબીએ વિદેશી દા‚ ભરેલી અરટીગા કાર મળી કુલ ‚.૬,૧૨,૩૬૦ના મુદ્દામાલ સાથે જુના રાજપરા ગામના શખ્સને ઝડપી લીધો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય  ધોરી માર્ગ પર કોબડી ટોલનાકા નજીક ભાવનગરથી તળાજા તરફ જઇ રહેલી મા‚તિ અરટીગા કાર નં.જી.જે.૦પ.જે.સી.૨૦૫૨ને અટકાવી તલાશી લેતા પ્લાસ્ટીકના કવર નીચે રખાયેલી વિદેશી દા‚ની જુદી-જુદી બ્રાન્ડની મળી કુલ ૭૮૮ બોટલ કિં.‚ા.૩૧૨,૩૬૦/-ની મળી આવતા કાર મળી કુલ 
‚ા.૬,૧૨,૩૬૦ ના મુદ્દામાલ સાથે કારમાં રહેલા નટુ બાબુભાઇ મકવાણા (ઉ.વ.૩પ-રે.જુના રાજપરા તા.તળાજા, જિ.ભાવનગર)ની ધરપકડ કરી દા‚ના જથ્થા અંગે પુછતાછ કરતા છેક મઘ્યપ્રદેશથી છુટક વેચાણ માટે લઇ આવ્યાની કબુલાત આપતા તેની સામે વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application