ચોરાઉ બાઇક સાથે ઝડપેલા શખસ સામે દારૂ–જુગાર સહિતના ૧૦ ગુના
લોધીકા પોલીસે અહીં ખવાસ શેરીમાં રહેતા શખસને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા આ વાહન તેણે ત્રણેક માસ પૂર્વે રાજકોટમાં રેસકોર્સમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આ ચોરાઉ વાહન કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ લોધીકા પોલીસ સ્ટેશનના પીઆઇ યુ.આર. ડામોર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમારને મળેલી બાતમીના આધારે અહીં લોધિકામાં ખવાસ શેરીમાં રહેતા વિજય પ્રભુભાઈ વાસાણી (ઉ.વ.૨૩) નામના શખસને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી લીધો હતો.
પોલીસે આ શખસ પાસેથી બાઈકના કાગળો માંગતા પ્રથમ ગલ્લા તલ્લા કર્યા બાદ પોલીસે સઘન પૂછતાછ કરતા આ બાઈક તેણે ત્રણેક માસ પૂર્વે રાજકોટમાં રેસકોર્સ નજીક લવ ગાર્ડનના ગેટ પાસેથી ચોરી કરી અને કબુલાત આપી હતી. જે અંગે રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપી પાસેથી પિયા ૩૦,૦૦૦ નું આ બાઈક કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચોરાઉ બાઇક સાથે ઝડપાયેલા વિજય વાસાણી સામે અગાઉ રાજકોટના ગાંધીગ્રામ, મેટોડા, કોટડા સાંગાણી, લોધિકા સહિતના પોલીસ સ્ટેશનમાં દા,જુગાર, ચોરી સહિતના ૧૦ ગુના નોંધાઈ ચૂકયા છે.
આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં લોધિકા પોલીસ મથકના પીઆઇ યુ.આર. ડામોર, એએસઆઇ ગોપાલભાઈ ધાંધલ, હેડ કોન્સ્ટેબલ માવજીભાઈ ડાંગર, કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમાર અને અજયભાઈ પરમાર સાથે રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application