BREAKING NEWS

નવાગામ આણંદપર પાસે બોલેરોમાંથી દેશી દારૂના જથ્થા સાથે શખસ ઝબ્બે

  • May 05, 2026 09:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ કુવાડવા રોડ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવાગામ આણંદપર પાસે આવેલ રંગીલા સોસાયટી વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થા બોલેરો ઝડપી લીધી હતી. પોલીસે દારુના આ જપ્પા સાથે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. દેશીદારૂનો જવ્યો, DIET, મોબાઈલ સહિત રૂ.૩,૩૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત  વિગતો મુજબ, પોલીસ કમિશનર બ્રજેશકુમારે ઝા, અધિક પૉલીસ કમિશનર ચેતન્ય માંડલીક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ , એસીપી વી.બી. જાડેજાએ દેશી દારૂના વેચાણની ચાલતી પ્રવૃત્તિઓ રોકવા માટે સૂચના આપી હોય જે અંતર્ગત કુવાડવારોડ પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.આર વસાવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એ. બ્લોચની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે નવાગામ આણંદપર રંગીલા વિસ્તાર માંધાતા સોસાયટી શેરી નંબર ૧, ના ખૂણે રોડ પર ઉભેલ બોલેરોમાં દેશી દારુનો જથ્થો છે.પોલીસે બાતમીના આધારે રોડ ઉપર ઉભેલ શંકાસ્પદ બોલેરો પીકઅપ વાનની તલાસી લેતા તેમાંથી દેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હાજર શખસ વિરમ જક્રશીભાઈ સાણમિયા(ઉં વર્ષ ૪૬) (રહે ગાંધીગ્રામ મોથી નગર મૂળ મેવાસા બામણબોર) ને પકડી પાડયો હતો. પોલીસે રૂ ૨૦ હજારની કિંમતનો ૧૦૦ લીટર દારૂ, બોલેરો, મોબાઈલ સહિત રૂ.૩,૩૦,૦૦૦ નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.પકડાયેલ શખસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દારુના છ અને જાહેરનામા ભંગની એક ગુનો નોંધાઈ ચૂકયો છે. આ કામગીરીમાં એ.એસ.આઈ કે. વી. જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ રબારી, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા, જયદીપભાઈ ધોળકિયા, કુશલભાઈ જોશી, પશપાલસિંહ જાડેજા, અરવિંદસિંહ ગોહિલ, જવયાલભાઈ બરાડીયા, મેહુલસિંહ ચુડાસમા, પીન્ટુભાઈ હિરપરા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application