જસદણમાં દંપતી અને તેના ૧૧ વર્ષના બાળકને કાર હેઠળ કચડી હત્યાનો પ્રયા
જસદણમાં દંપતી અને તેના ૧૧ વર્ષના બાળકને કાર હેઠળ કચડી હત્યાનો પ્રયા
June 24, 2026 11:16 AM
જેઠાણીના ચારિત્ર અંગે દેરાણી વાતો કરતી હોય બંને વચ્ચે બોલાચાલી થઇ હતી: આ વાતનો ખાર રાખી નાના ભાઈએ મોટા ભાઈના પરિવારને પતાવી દેવા પ્રયાસ કર્યેા
જસદણના યુવાન તેની પત્ની અને ૧૧ વર્ષના પુત્રને કાર હેઠળ કચડી મારી નાખવા સગા નાના ભાઈએ પ્રયાસ કર્યેા હતો. બાઇક પર પત્ની અને પુત્ર સાથે જઈ રહેલા યુવાનના વાહનને સગા નાના ભાઈએ ફોર વ્હીલ કાર વડે ઠોકર મારી હતી. જેથી ત્રણેય ઘવાયા હતા. નાના ભાઈની પત્ની જેઠાણીના ચારિત્ર અંગે ખરાબ વાતો કરતી હોય તે બાબતે બોલાચાલી થયાનો ખાર રાખી હત્યાની કોશિશ કરવામાં આવી હતી. જસદણના હરેકૃષ્ણનગર–૨, ગંગાભુવનમાં રહેતા સુખદેવભાઈ સામતભાઈ પોયલા(ઉ.વ.૩૮)એ આરોપી તરીકે સગા ભાઈ વિજય સામતભાઈ પોયલાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. પત્નીનું નામ હિરલ છે. છેલ્લા બાર વર્ષથી યુવાન તથા તેનો નાનો ભાઈ જસદણ ગંગાભુવનમાં આવેલા મકાનમાં સાથે છે. યુવાનના નાના ભાઈ વિજયની પત્ની સોનલ સગા સબંધીઓને મારી યુવકની પત્ની
હિરલના ચારિય બાબતે અવાર–નવાર ખરાબ વાતો કરતા હોય જેથી યુવકની પત્નીને સોનલ સાથે ગઈકાલે બપોરના એક વાગ્યાની આસપાસ ઘરે બોલાચાલી થઇ હતી. બપોરે દોઢ વાગ્યે યુવાન તથા તેની પત્ની અને પુત્ર દેવ(ઉવ ૧૧) બાઇક લઈને ખાટકી ચોકમાં રહેતા કાકા કેશુભાઈના ઘરે જવા નીકળ્યા હતા. ભૂતડા દાદાના મંદીરવાળી શેરીમાં પહોંચતા સામેથી મારો નાનો ભાઈ તેની ફોરવ્હીલ વેગન આર ગાડી રજી.ન–ં જીજે–૦૧–કેએ–૨૩૪૩ ફુલ સ્પીડમા ચલાવીને આવતો હોય જેથી યુવાને મોટરસાયકલ મારી સાઈડમાં દબાવીને ચલાવેલ હતું. છતાં વિજયે યુવાન તથા તેના પરિવારને મારી નાખવાના ઇરાદે તેની ફોરવ્હીલ ગાડી ફુલ સ્પીડમા ચલાવી ઈરાદાપૂર્વક મારા મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી ત્રણેય નીચે પડી ગયેલ હતા. બાદ વિજય કારમાંથી લોખંડનો પાવડો લઈને ઉતર્યેા હતો અને યુવાનને તથા મારી પત્ની પર હત્પમલો કરવા ધસી આવ્યો હતો. જો કે આસપાસના લોકો વચ્ચે પડતા વિજય તેની કાર મૂકીને જતો રહ્યો હતો. બાદમાં દંપતી અને પુત્રને સારવાર અર્થે જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા યુવાનને ડાબા પગના સાથળમાં ફ્રેકચર થયાનું તથા જમણા હાથમાં, જમણા પગના પોંચામા છોલાણ જેવી ઇજા થયાનું તબીબે જણાવ્યું હતું. જયારે યુવાનની પત્નીને કપાળ, જમણાં હાથની કોણી, ડાબા પગમાં પોંચા, ડાબા હાથમા છોલાણની ઇજા અને પુત્ર દેવને શરીરે છોલાણની ઇજા થયાનું તબીબે જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે આરોપી વિદ્ધ હત્યાની કોશિશ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.