BREAKING NEWS

સૌરાષ્ટ્ર્રની સંતવાણીના આરાધક વિષ્ણુપ્રસાદ દવેની ચીર વિદાય

  • June 24, 2026 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રસાદજી તરીકે જાણીતા વિષ્ણુપ્રસાદ અને પુત્ર સાંઇરામ દવેને સંયુકત રીતે ગુજરાત ગૌરવ પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતાં: લોક ગાયક હેમુભાઇ ગઢવીએ આકાશવાણી કલાકાર તરીકે પસદં કર્યા હતાં




વિષ્ણુપ્રસાદ કેશવલાલ દવે જેમણે છેલ્લ ા પચાસ વર્ષથી પ્રાચિન સંતવાણીની પરંપરાને એક ભજનીક તરીકે જાળવી રાખી, તા.૨૩ જૂન સાંજે પાંચ કલાકે સંતવાણીના આ ભજન પુરૂષે ચીર વિદાય લીધી છે. પ્રસાદજીના હલામણા નામથી પોતાના ભજન સત્સંગનો બહોળો ચાહક વર્ગ ધારાવતા વિષ્ણુપ્રસાદને હેમુભાઇ ગઢવીએ આકાશવાણી રાજકોટ પર ઇ.સ.૧૯૭૬માં ભજનીક તરીકે પસદં કરેલા હતાં. જીવનના ઉતરાર્ધમાં તેમણે આકાશવાણીના એ ગ્રેડના ભજનિક તરીકે માન્યતા મેળવી હતી. ૨૦૦૭ની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાંઇરામ દવે અને વિષ્ણુપ્રસાદ દવેને સંયુકત ગૌરવ પુરસ્કારથી નવાયા હતાં.    

આ બાપ દિકરાએ જુગલબંધીના ઘણા કાર્યક્રમો સાથે કર્યા હતાં. પિતા પુત્રનો મિત્રતાભર્યેા વ્યવહાર હવે માત્ર એક યાદ બનીને રહી ગયો.
પ્રસાદજીએ પોતાના વતન અમરનગરથી પોતાની શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી હતી. જેઓ મોંઘીબા ગલ્ર્સ હાઇસ્કુલ ગોંડલમાંથી શિક્ષક તરીકે નિવૃત થયા હતાં. હરિરામબાપા (ધુનેશ્ર્વર) તેમનો ગુરૂદ્રારો હતા. જેમના માટે પ્રસાદજીનું સમગ્ર જીવન સમર્પિત હતું. સત હરિરામબાપાના આશિર્વાદને લીધે પ્રસાદજીની વાણીમાં ભજન સાથે સત્સંગની ધારા ઉતરી હતી. પ્રસાદજીના પણ અનેક શિષ્યોમાં તેમના અવસાનથી શોકનું મોજું ફરી વળ્યું છ. રવિ–ભાણ સદગુરૂ પરંપરાના ભજનોમાં પ્રસાદજીની નિપૂણતા હતી. હાસ્ય કલાકાર સાંઇરામ દવે પોતાની સફળતાના શ્રેય પોતાના પિતાને આપે છે. આ વિષ્ણુપ્રસાદ દવેના દેહાવસાન સાથે સૌરાષ્ટ્ર્રે એક બિન વિવાદિન અને સમર્થ ભજનાનંદી પુરૂષ ગુમાવ્યો હતો. ગુજરાતના અનેક સંતો સાથે તેમને પારિવારિક નાતો હતો. નિખાલસ સ્વભાવ અને નિવ્ર્યસની જીવન સાથે પ્રસાદજી તેમના ચાહકો–પરિવારજનો પર ઉંડી છાપ છોડી ગયા છે. કલાજગતમાં મા–પિતાના નકશે કદમ પર ચાલનારા સુરને બહોળો ચાહક વર્ગ ધરાવતા સાંઇરામ દવે તથા લઘુબંધુ કિશન અને અમિતે પિતાની છત્રછાયા ગુમાવી છે. છેલ્લ ા એકાદ વરસથી અન્નનળીના કેન્સરથી પ્રસાદજી પીડાતા હતાં. એક ભજનાનંદી પુરૂષની વિદાયથી સમગ્ર ગુજરાતનું કલાજગત શોકગ્રસ્ત થયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application