BREAKING NEWS

જામનગર રેલ્વે સ્ટેશન અને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દેનાર પકડાયો

  • December 02, 2025 07:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ પોલીસ કંટ્રોલરૂમમાં એક અજાણી વ્યકિતએ જામનગર સહિતના રેલ્વે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેસેજ કરતા અલગ અલગ પોલીસ ટુકડીઓ હરકતમાં આવી હતી અને તાકીદે ફોન કરનારનું લોકેશન મેળવ્યુ હતું દરમ્યાન કાલુપુર સ્ટેશનેથી જામનગરના શખ્સને પકડી લઇ પુછપરછ કરતા હાપા યાર્ડમાં મગફળીના યોગ્ય ભાવ ન મળતા પિતા સાથે રકઝક કર્યા બાદ ટ્રેનમાં બેસીને તંત્રથી કંટાળેલા આ શખ્સે મેસેજ કર્યાનું બહાર આવ્યુ હતું દરમ્યાન લોકેશનના આધારે કાલુપરથી તેની અટકાયત કરવામાં આવી છે.


જામનગર સહિત રેલ્વે સ્ટેશન ઉડાવી દેવાની તેમજ અલગ અલગ ટ્રેનમાં બોંબ પ્લાન્ટ કરાયા છે, આ મેસેજ મળતા રાજકોટ પોલીસ અધિકારીઓએ જામનગર સહિતના અન્ય જિલ્લા પોલીસને પણ જાણ કરરીને કોઇ કરનાર યુવકને મોબાઇલ લોકેશનના આધારે ટ્રેક કરીને કાલુપુર રેલવે સ્ટેશથી ઝડપી લીધો હતો, જામનગર રહેતા રવિરાજસિંહ જાડેજા નામના યુવકની પુછપરછમાં ચોકાંવનારો ખુલાસો થયો હતો કે હાપા માર્કેટ યાર્ડમાં તે તેના પિતા સાથે મગફળી વેચવા માટે ગયો હતો, પરંતુ પુરતા ભાવ ન આવતા પિતા સાથે ઝઘડો થયો હતો અને તંત્ર સામે નારાજગી હતી, જેથી તેમને દોડતુ કરવા માટે તેણે બોંબ પ્લાન્ટ કરાયાનો મેસેજ કર્યો હતો.


બોમ્બ મુકયાનો મેસેજ કરી ફોન કટ થઇ ગયો હતો, આ પછી પોલીસે ગંભીરતા પુર્વક તપાસ કરી લોકેશન મેળવ્યુ હતું બીજી તરફ પોલીસે ધમકીનો મેસેજ આપનારનો ફોન ટ્રેક કરતા તે અમદાવાદ જતી ટ્રેનમાં હોવાનુ જાણવા મળ્યુ હતું જેના આધારે અમદાવાદ ગ્રામ્યના વિરમગામ ડીવીઝનના પોલીસને જાણવા મળ્યુ હતું કે ફોનનું લોકેશન કાલુપુર રેલવે સ્ટેશન છે જેથી સ્થાનીક પોલીસને જાણ કરીને એક શકમંદને ઝડપી લેવામાં આવ્યો હતો.


પુછપરછમાં તેનું નામ રવિરાજસિંહ જાડેજા હતું અને જે જામનગરનો રહેવાસી છે તેના પિતા રણજીતસિંહ જાડેજા છે તે હાપા માર્કેટ યાર્ડમાં મગળી વેચવા માટે ગયો હતો પરંતુ ઓછા ભાવ મળતા પહેલા તેણે માર્કેટ યાર્ડના સંચાલકો સાથે તકરાર કરી હતી અને બાદમાં તેના પિતા સાથે પણ રકઝક થઇ હતી. એ પછી યુવાન તંત્રને સબક શિખવવાના ઇરાદે જામનગર સ્ટેશનેથી ટ્રેનમાં બેસી ગયો હતો અને રાજકોટ આવતા તેને બોમ્બની ધમકી આપી હતી. પોલીસ દ્વારા આ અંગે નિવેદન સહિતની તપાસ આગળ ધપાવી છે. ​​​​​​​

ટ્રેનમાં બોમ્બ પ્લાન્ટ કર્યો તેટલુ કહી ફોન કટ કરી દીધો...!

સોમવારે બપોરે રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા મોબાઇલ નંબરથી એક કોલ આવ્યો હતો, જેમાં એક યુવકે જ ણાવ્યુ હતું કે તે જામનગર રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાવી દેવાનો છે, સાથે સાથે રાજકોટ, ધ્રોલ, સુરેન્દ્રનગર અને વિરમગામના રેલવે સ્ટેશનને ટારગેટ કરશે એટલુ જ નહી તેણે અલગ અલગ રૂટની ટ્રેનમાં બોંબ પ્લાન્ટ કર્યા છે ત્યારબાદ તેણે ફોન કટ કરી દીધો હતો. રેલ્વે સ્ટેશન અને ટ્રેનને ઉડાવી દેવાની ધમકીના મેસેજને અતિ ગંભીર ગણીને રાજકોટ પોલીસે જામનગર પોલીસને આ અંગે જાણ કરી હતી ત્યાર બાદ રાજકોટ, સુરેન્દ્રન્ગર અને અમદાવાદ પોલીસને એલર્ટ કરી હતી અને આખરે કાલુપુર સ્ટેશન પર પકડી લેવાયો હતો.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application