BREAKING NEWS

માળિયા: પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાને મોતને ઘાટ ઉતાર્યા

  • April 09, 2026 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માળિયા (મી.) ના મોટા ભેલા ગામના રહેવાસી ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણીએ આરોપી પ્રવીણ ઉર્ફે પવો જીવનભાઈ સોમાણી વિદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ સાંજના સમયે ફરિયાદી ભરત અને પિતા જીવણભાઈ અને બા હેમીબેન ઘરની બાજુમાં રહેતા સગા મોટા ભાઈ પ્રવીણ ઉર્ફે પવો અને ભાભી ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે બાપુએ ભાઈ પ્રવીણને રખડવા કરતા કાઈ કામ ધંધો કરવાની વાત કરી ઠપકો આપ્યો હતો જેથી પ્રવીણે બાપુજી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યેા હતો જેથી ફરિયાદી ત્યાંથી જતો રહ્યો હતો સાડા આઠેક વાગ્યે નાના ભેલા રોડ પર આવેલ ખેતલીયા ડાડા મંદિર પાસે હોય ત્યારે ભત્રીજા રણજીતનો ફોન આવ્યો કે જીવણદાદાને પ્રવીણકાકાએ પગના ભાગે કુહાડી મારી દીધી છે તમે ઘરે આવો
જેથી ઘરે પહોંચ્યો હતો યાં ભાઈ પ્રવીણ ફળિયામાં ખાટલામાં સુતો હતો અને તેને પૂછતાં વાત કરી કે તું ગયા પછી બાપુએ મને કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતા અમારી બંને વચ્ચે ઝઘડો થયો હતો જેથી બાપુને પગના ભાગે કુહાડીનો ઘા મારી દીધો છે જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત મોરબી સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા યાં ફરજ પરના ડોકટરે બંને પગના કાંડા પાસે કુહાડીના ઘા લાગેલા હતા ત્યાં ટાંકા લઈને પાટા બાંધી દીધા હતા વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યા હતા અને રાજકોટ લઇ જતા હતા ત્યારે શનાળા પાસે પહોંચતા પિતાનું મોત થયું હતું
આમ ફરિયાદીના બાપુ જીવણભાઈએ મોટા ભાઈ પ્રવીણભાઈ ઉર્ફે પવાને કામધંધો કરવા બાબતે ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો જેનો ખાર રાખી સગા ભાઈ પ્રવીણભાઈ ઉર્ફે પવાએ કુહાડી વડે પિતાને બંને પગના કાંડા પાસે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું માળિયા (મી.) પોલીસે આરોપી પુત્ર વિદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application