નેપાળના રોલ્પામાં ગુરુવારે શ્રદ્ધાળુઓની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. રુકુમ પૂર્વથી તીર્થયાત્રીઓને લઈને જઈ રહેલી એક જીપ થાબાંગ ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં એક વિશાળ ખડક પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માત વોર્ડ નંબર ૧ અને ૪ ની સરહદ પાસે આવેલી એક પહાડી પર સર્જાયો હતો.
વિધિ માટે જઈ રહ્યા હતા શ્રદ્ધાળુઓ
પોલીસના જણાવ્યા અનુસાર જીપમાં સવાર તમામ મુસાફરો પૂનમના પવિત્ર દિવસે ધાર્મિક વિધિ અને પૂજા કરવા માટે જલજલા જઈ રહ્યા હતા. શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે પવિત્ર સ્થળ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે જ કાળમુખી જીપ પહાડી પરથી નીચે ખાબકી હતી.
યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
રોલ્પા જિલ્લા પોલીસ કાર્યાલયના માહિતી અધિકારી અને પોલીસ ઈન્સ્પેક્ટર સુનીલ થાપા નેપાલીએ જણાવ્યું છે કે ઘટનાની જાણ થતા જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બચાવ અભિયાન માટે ઉવા અને થાબાંગથી પોલીસ અને રાહત દળની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. અકસ્માતનું સ્થળ પહાડી અને દુર્ગમ હોવાને કારણે ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application