BREAKING NEWS

ચૂંટણી પ્રચારમાં પરવાનગી મેળવી ૧૪ કલાક લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે

  • April 08, 2026 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં સ્થાનિક સ્વરાજયની અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે. ત્યારે વહીવટી તંત્ર  દ્રારા લાઉડ સ્પીકરના નિયંત્રણ, ચૂંટણી માટે બૂથ અને મતગણતરી પરિસરમાં હથિયાર તેમજ સંદેશાવ્યવહારના ઉપકરણો પર પ્રતિબધં સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત રાયમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની સામાન્યપેટા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ થવા જઈ રહી છે. ત્યારે રાજકોટ જીલ્લા  મેજિસ્ટ્રેટ ડો.ઓમ પ્રકાશ દ્રારા જાહેરનામું બહાર પાડી અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેમાં કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને સવારના ૮ કલાક થી રાત્રીના ૧૦ કલાક સુધી જ થઈ શકશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મચં ઉપર અથવા કોઈપણ પ્રકારના વાહન પર અધિકારીની નિયમાનુસારની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહીં અને પરવાનગી ગુજરાત એસટી મેળવેલ વાહનો દ્રારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે રાજકોટ જીલ્લા  ગ્રામ્ય વિસ્તારનાં સંબંધિત તાલુકાના મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ પાસેથી તથા મોટર વ્હિકલ એકટ હેઠળ સક્ષમ અધિકારી પાસેથી નિયત નમૂનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે અને તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ વિસ્તારના પોલીસ મથકને અને સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતા પહેલા લેખિતમાં જાણ કરવાની રહેશે.
એ સિવાય મતદારો શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે રાજકોટ જીલ્લા  ગ્રામ્ય વિસ્તારમાં તા.૨૬૦૪૨૦૨૬ના સવારના ૭ કલાકથી રાત્રીના ૧૨ કલાક સુધી તથા જો પુન:મતદાનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા કિસ્સામાં તા.૨૭ ના સવારના ૭ કલાક થી રાત્રીના ૧૨ કલાક સુધી ચૂંટણી માટેના ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે અન્ય કોઈપણ વ્યકિત મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી માટે બુથ ઉભા કરી શકશે નહીં અને એક જ મંડપ બાંધી શકાશે તેમજ તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે. કોઈપણ વ્યકિત મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
રાજકોટ જિલ્લ ા ગ્રામ્ય વિસ્તારમાં તા.૨૮૦૪૨૦૨૬ના સવારના ૭ કલાકથી મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી કોઈપણ વ્યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં કોઈ પણ પ્રકારનું હથિયાર, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થઈ શકશે નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News