BREAKING NEWS

બાબરાના ગળકોટડી દેવાંગી હોટલ પાસે ટ્રકમાંથી 62.79 લાખનો દારૂ ઝડપાયો

  • December 13, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં હરિયાણા પંજાબ તેમજ રાજસ્થાન માંથી સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠીયાવાડના જુદા જુદા જિલ્લાઓમાં વિદેશી દારૂ ઘુસાડવાનું નેટવર્કને ભેદી બુટલેગરોને ઝડપી લેવા એસએમસીના વડા તેમજ એસપી.ના આદેશના પગલે એસએમસીની ટીમે અમરેલીના બાબરા પંથકમાં આવેલ ગળકોટડી નજીક દેવાંગી હોટલ પાસે બે વાહનમાંથી 17280 બોટલ વિદેશી દારૂ 62.79 લાખના જથ્થા સાથે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિલિપ્ત રાય અને એસપી મયુર જે ચાવડાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પી.એસ.આઇ આરજી વસાવા અને ટીમ અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં નીકળી હતી તે દરમિયાન મળેલ ચોક્કસ માપની ના આધારે ગળકોટડી ગામ નજીક આવેલ દેવાંગી હોટલ પાસે વોચ ગોઠવી ટ્રકમાંથી 62.79 લાખની 17,280 બોટલ વિદેશી દારૂ નો જથ્થો કટીંગ કરે તે પૂર્વેજ ઝડપી લીધો હતો.

એસએમસીએ બે વાહન સાત મોબાઈલ રોકડ સહિત પાંચ આરોપી અશોક હમીરભાઈ પટેલ રહેજાબીડા તાલુકો ધાનેરા બનાસકાંઠા ભરત પોપટભાઈ ગરાણીયા રહે મોટા લીલીયા નિકુંજ અમરાભાઇ ગરાણીયા રહે સાગ પીપળીયા લાઠી પોપટ બળવંતભાઈ બામણીયા રહે પ્રતાપપુરા લીમખેડા, અલ્કેશ ભરતભાઈ હાટીલા રહે લીમખેડાને ઝડપી કુલ 95.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


લાઠીના બુટલેગર સહિત ૧૦ સામે નોંધાયો ગુનો

બાબરાના ગળકોટડી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી લીધેલ 62.79 લાખના વિદેશી દારૂ ના કેસમાં ચાર આરોપી ને ઝડપી પૂછપરછ તરતા આ દારૂનો જથ્થો લાઠીના બુટલેગર રણજીતભાઈ ધાધલ એ મંગાવ્યાનું તેમજ દારૂ મોકલનાર અજય ભરતભાઈ રબારી રહે સાચો રાજસ્થાન તેમજ ટ્રક ડ્રાઇવર,માલિક સહિત કુલ ૧૦ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application